તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબડી SBI બેંક બંધ રહેતાં લોકોને હાલાકી વેઠવી પડી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીંબડીની SBI બેંક ચાલુ કામના દિવસે બંધ રહેતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બેંક દ્વારા કનેક્ટીવીટીનું કારણ ધરી દેવાતા ગ્રામ્ય વિસ્તારથી આવતા લોકોને વીલા મોઢે પાછા ફરતા રોષ ફેલાયો હતો.

લીંબડી રેલવે સ્ટેશન રોડ પર આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 27 ફેબ્રુઆરીએ ચાલુ દિવસે બંધ રહેતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી. હાલ જ્યારે સરકાર દ્વારા દુષ્કાળ રાહતના પૈસા ખેડૂતોના ખાતામાં જમા કરાતા અન્ય દિવસોની સરખામણીમાં બેંકમાં ભીડ વધુ જોવા મળી રહી છે. પરંતુ કોઈપણ પ્રકારની જાણકારી આપ્યા વિના કનેક્ટીવિટીનો પ્રશ્ન રજૂ કરી બેંક બંધ રખાતા ગ્રામ્ય વિસ્તારથી આવતા લોકોને બેંકના દરવાજે લાગેલા તાળા અને કનેક્ટીવીટીનું અંગેનુ બોર્ડ જોઈ વીલા મોઢે પાછા ફરવાનો વારો આવતા રોષ ફેલાયો હતો. આ અંગે લીંબડી SBI બેંકના મેનેજર અનીલકુમારે જણાવ્યું કે બેંકની અંદરનું કામકાજ ચાલુ છે પણ કનેક્ટીવીટી ખોરાવાઈ એમાં અમે શું કરી શકીએ. બેંકનો મોટાભાગનો સ્ટાફ ઈલેક્શન ટ્રેનીંગમાં બોલાવી લેવામાં આવ્યો છે. બધા કસ્ટમરોને તો અમે કઈ રીતે જાણ કરી શકીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો