તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટડીમાં પારો 12 ડીગ્રીએ પહોંચતા લોકો ઠુઠવાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટડીમાં છેલ્લા બે દિવસથી પવનના સૂસવાટા સાથે પડી રહેલી કાતિલ ઠંડીમાં પારો ગગડીને 12 ડીગ્રીએ પહોંચતા લોકો તાપણાના સહારે ગરમાવો લઇ રહ્યાં છે. આ હાડ ગાળી નાખતી ઠંડીમાં મોડી રાત્રે અને વહેલી સવારે લોકો બહાર નિકળવાના બદલે ઘરમાં પુરાઇ રહેવાનું પસંદ કરતા કરફ્યુ જેવો માહોલ જોવા મળે છે.

રણકાંઠામાં ઠંડીનો પારો 12 ડીગ્રીએ પહોંચતા કાતિલ ઠંડીમાં વૃધ્ધો અને નાના-નાના ભૂલકાઓની હાલત અત્યંત દયનિય બની છે. જ્યારે વેરાન રણમાં તો ઠંડીનો પારો 10થી 11 ડીગ્રીએ રહેતા રાત-દિવસ 24 કલાક પાણીમાં મીઠું પકવવાનું કામ કરતા અગરિયા સમુદાયની હાલત પણ કફોડી બની છે. હાલમાં આ કાતિલ ઠંડીમાં લોકો મોડી સાંજ પછી અને વહેલી સવારે બહાર નિકળવાના બદલે ઘરમાં પુરાઇ રહેવાનું પસંદ કરતા હોય છે. જ્યારે યુવાનો કડકડતી ઠંડીથી બચવા તાપણાના સહારે બેઠેલા નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો