તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાંભાના નેસડી-2 ગામના લોકો 21મીએ કરશે અનશન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેસડી- 2 ગામમાં ચાલતી ક્વોરી લિઝને લઈ મહિલા સરપંચ વિલાસબેન સાવલિયા અને મહિલા ઉપસરપંચ ચંદ્રિકાબેન હિરપરાની આગેવાનીમાં છેલ્લા દોઢ માસથી ગૌચરની જમીનમાં 47 પૈકી 2માં ચાલતી ક્વોરી લિઝ બંધ કરવા માટે આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી આપી હતી. ત્યારે આ લિઝને હાલ પૂરતી કામ ચલાઉ બંધ કરવાનો ખાંભા મામલતદાર દ્વારા હુકમ કરી આપવામાં આવ્યો છે.

જ્યારે નેસડી 2ના અરજદાર અને ગ્રામજનો દ્વારા પહેલેથી જ આ કોવરી લિઝને કાયમી બંધ કરવાની માંગ કરી રહ્યા છે.

બીજી તરફ આ લિઝમાં રાજકીય મોટા માથાઓની સંડોવણી પણ સામે આવી છે. ત્યારે હાલ મહિલા સરપંચ દ્વારા જિલ્લા કલેકટરને વધુ એક રજુઆત કરતો પત્ર પાઠવ્યો અને આગામી 20 એપ્રિલ સુધીમાં આ લિઝ ધારક સામે વગર પરમિશને ખનીજ ચોરીનો ગુન્હો દાખલ કરવો તેમજ જે જગ્યાએ પેશકદમી કરી ત્યાં માપણી કરવી અને માપણી વખતે અરજદાર અને ગ્રામજનોને સાથે રાખવા તેમજ જે મશીનરીનો આ ખનીજ ચોરીમાં ઉપયોગ કર્યો છે તે સિઝ કરવા અને સ્થળને સિઝ કરી પોલીસને લિઝ દેખરેખ માટે બંદોબસ્તમાં મુકવા માંગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...