તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવામાં પીવાના પાણી સાથે ગટર લાઇન ભળી જવાથી લોકોમાં રોષ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા નગરપાલિકાના પ્રભાતનગર મારૂતિ પાર્ક વિસ્તારમાં પીવાના પાણીની પાઇપ લાઇન સાથે 6 મહિના ઉપરાંત થી ગટરનુ પાણી ભળી ગયેલુ હોવાની ફરીયાદ નગરપાલિકામાં કરવા છતા કોઇ પગલા ભરવામાં આવ્યા ન હોવાની બુમરાણ આ વિસ્તારના રહીશોમાં ઉભી થવા પામી છે.

મહુવા નગરપાલિકાના કાર્યકારી પ્રમુખનો મત વિસ્તાર હોવા છતા ગટર કે પાણી વિભાગના નગરપાલિકાના અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા આ પ્રશ્નની તપાસ કરી કારણ શોધવા કોઇ પ્રયત્ન કરેલ નથી. અને તેઓને માત્ર ખાનગી કામમાં રસ હોય છે. તેવા આક્ષેપો આ વિસ્તારના લલોકો કહી રહ્યા છે અને ચુંટણી સમયે આ વિસ્તારમાં આગેવાનો કયા મોઢે મત માંગવા આવશે તેવો પ્રશ્ન પણ આ વિસ્તારના રહીશો કી રહ્યા છે.

નગરપાલિકાના કર્મચારી ઉપર સત્તાધારી પક્ષ નો કોઇ અંકુશ ન હોય કર્મચારીઓ મન ફાવે તેમ નોકરી કરે છે અને આવિસ્તારમાં નળની લાઇનમાં ગટરનુ પાણી કેમ ભળે છે. તે શોધવાનું નાટક કરવા આ વિસ્તારમાં ખાડા ખોદી નાટક કરતા હોવાનુ આ વિસ્તારના લોકો કહી રહ્યા છે. લોકો નક્કર પરિણામ મેળવવા ગ્રાહક સુરક્ષા, પ્રાંત અધિકારી, નગરપાલિકા નિયામક સહિત ઉચ્ચ કક્ષાએ આ વિસ્તારના જાહેર આરોગ્યને લગતા ગંભીર પ્રશ્ને રજુઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...