તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તળાજા યાર્ડમાં ટેકાના ભાવે મગફળી દોઢ મહિનામાં માત્ર 10 ટકાજ ખરીદાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકાર દ્વારા ખરીફ સીઝન 2019ની મગફળીની ટેકાના ભાવે ખરીદી માટેના તળાજા માર્કેટીંગયાર્ડના કેન્દ્રમાં દોઢ માસ જેવો સમય જતા માત્ર કુલ રજીસ્ટ્રેશનના 10 ટકા ખેડૂતોની મગફળી ખરીદી શકાય હોવાનું સ્થાનીક કેન્દ્ર સંચાલક દ્વારા જાણવા મળેલ છે. આ કેન્દ્રમાં ખેડૂતોની કુલ નોંધાયેલ ઓનલાઇન 6020 ખેડૂતો પૈકી તબકકાવાર ખરીદી તા.1/11/19થી થયેલ પ્રારંભ બાદ ડીસેમ્બરના બીજા અઠવાડીયામાં તા.13/12/19 સુધીમાં 600 જેટલા ખેડૂતોની મગફળીની ખરીદી થઇ શકી હોવાનું જાણવા મળેલ છે. આટલી ધીમી રફતારથી ખરીદી શરૂ રહેતો તાલુકાના ખેડૂત્ોએ એક માસ પહેલા કરેલ ઓન લાઇન નોંધણીની ખરીદી કયારે થશે ? અને જ઼ેટલો ખરીદીમાં વિલંબ થયા તેટલો સમય ખેડૂતોને પોતાના ઉત્પાદનના વેચાણના અભાવે નાણાભીડ ભોગવવી પડે એન વારંવાર બદલાતા વાતાવરણથી મગફળી ને થતા નુકશાનની દહેશત રહ્યા કરે તેવી હાલની સ્થિતિ જણાંઇ રહી છે.

મગફળી ખરીદવાના ગુણવતાના ધારા ધોરણ મોટી મગફળી (મગડી) નો ઉતારો 70 ટકા અને મોટી મગફળીનો ઉતારો 65 ટકા નકકી કરેલ છે. તેમ મગફળીમાં ભેજનું પ્રમાણ 8 ટકાથી વધુ ન હોવું જોઇએ તેવા નિયમને કારણે પણ કયારેક ખેડૂતોને મુશ્કેલી સર્જાય છે. જેથી દિવાળીના સમયમાં જ ખેડૂતોની ખરીફ સીઝનની મગફળી તૈયાર થઇ ખળામાં આવી ગયાને લાંબો સમય પસાર થતા હવે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને પોતાની ઉત્પાદીત મગફળી જયાં સુધી ન વેચાય ત્યાં સુધી ઉચાટમાં રહી નાણાભીડ ભોગવવી પડે છે.

તળાજામાં મગફળીનું અધિત્તમ વાવેતર
તળાજા તાલુકામાં છેલ્લા ત્રણ વર્ષથી ખરીફ સીઝનના કુલ વાવેતરમાં મગફળીનું પ્રમાણ અધિકતમ રહયું છે. તળાજાના કુલ 63500 હેકટરના અંદાજીત ખરીફ વાવેતરમાં છેલ્લા ત્રણવર્ષના મગફળી વાવેતરના આંકડા જોઇએ તો 2017માં 22995 હેકટર, 2018માં 22832 હેકટર અને ચાલુ સાલ 2019માં 22906 હેકટરમાં મગફળીના વાવેતરમાં આ વખતે અતિવૃષ્ઠી અને પ્રતિકુળ વાતાવરણને કારણે ખેડૂતોને સરેરાશ મગફળી ઉત્પાદમાં ઘટ આવવાથી પડતર કિંમતમાં વધારો થયો છે. એટલે ખેડૂતોને મગફળી ઉત્પાદન લીધા બાદ તેના વેચાણામા જેટલો વિલંબ થાય તેટલી આર્થિક નાણાભીડ વે તેવી સ્થિતિ હોઇ સરકાર દ્વારા મગફળી ખરીદાીની ગતિ વધારવી જોઇએ અેવી આમ ખેડૂતોની લાગણી છે.

વરસાદી વાતાવરણમાં ખરીદી બંધ રહી હતી
તા.1/11/19 થી ખરીદી શરૂ કર્યા બાદ વારંવાર વરસાદ અને ભેજવાળા વાતાવરણથી બે થી 3 અઠવાડીયા ખરીદી બંધ રાખવી પડી હતી. અત્યારે દૈનિક અંદાજીત 40 થી 45 ખેડૂતોની મગફળી ખરીદાય છે. અત્યાર સુધીમાં 28,500 જેટલી ગુણી ખરીદ કરેલ છે. એમ તળાજાના સ્થાનીક વહીવટકર્તાએ જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...