તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે ખેડૂત ખાતેદારોના વારસદારોને રૂ.1-1 લાખની સહાય ચૂકવાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણ નવા માર્કેટિંગ યાર્ડની આવક વધારવા સહિતના 25 મુદ્દાઓ સાથે સામાન્ય સભા યોજવામાં આવી હતી. જેમાં માર્કેટિંગ યાર્ડ નજીક નવી 5 વીઘા જમીનની ખરીદી કરી તેમાં નવો શેડ ઉભો કરવાની ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ જસદણના જુના માર્કેટિંગ યાર્ડમાં ઉભેલા જુના શેડનું રીપેરીંગ કરી તેને ગોડાઉન તરીકે ભાડે આપવા સહિતના વિવિધ વિકાસ કાર્યોના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

બજાર વિસ્તારમાં રહેતા ખેડૂત ખાતેદારોના કોઈ અકસ્માતે મૃત્યુ થાય અને 70 વર્ષથી ઓછી ઉંમરના હોય તેને જસદણ માર્કેટિંગ યાર્ડના ફંડમાંથી આકસ્મિક મૃત્યુ સહાય ફંડ તરીકે રૂ.1-1 લાખ ચુકવવામાં આવે છે. જેના ભાગરૂપે કમળાપુર ગામના સુરેશભાઈ માણસુરભાઈ ડવના વારસદાર રામબેનને તેમજ બળધોઈ ગામના નારણભાઈ માંડણભાઈ સુવાણના વારસદાર સવિતાબેનને રૂ.1-1 લાખની સહાય ચુકવવામાં આવી હતી.

આકસ્મિક મૃત્યુ સહાય ફંડ સહાય 9 મહિના પહેલા અમલમાં મૂકવામાં આવી હતી
આ આકસ્મિક મૃત્યુ સહાય ફંડ સહાય 9 મહિના પહેલા અમલમાં મુકવામાં આવી હતી અને આજદિન સુધીમાં 13 વ્યક્તિઓને રૂ.1-1 લાખનું જસદણ માર્કેટિંગ યાર્ડ દ્વારા ચુકવણું કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. અરવિંદભાઈ તાગડીયા, યાર્ડના ચેરમેન

અન્ય સમાચારો પણ છે...