તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાફરાબાદ પંથકના ધરતીપુત્રોને કપાસનો પાક વિમો ચુકવો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાફરાબાદ તાલુકાના ખેડૂતોને હજુ સુધી કપાસનો પાક વિમો મળ્યો ન હોય રોષ જોવા મળી રહ્યો છે. આ પ્રશ્ને આગેવાનો દ્વારા સરકારમા રજુઆત કરી છે. આ પ્રશ્નનો કોઇ ઉકેલ નહી આવે તો આગામી દિવસોમા રેલી અને આવેદન સહિતના કાર્યક્રમો દ્વારા પણ વિરોધ વ્યકત કરાશે. જાફરાબાદ તાલુકાનો કોઈ રણીધણી ન હોય તેમ તાલુકાના ખેડૂતોની માઠી દશા બેઠી છે. એકને ગોળ અને એકને ખોળ જેવી નીતિ જાફરાબાદ તાલુકામાં જોવા મળી રહી છે. ગત વર્ષનો કપાસનો વિમો ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયેલો છે. પ્રાપ્ત વિગત મુજબ ગત વર્ષનો વીમો રાજુલા તાલુકાને કપાસનું મળી ગયો છે. જ્યારે જાફરાબાદ તાલુકાને કપાસનો વીમો ન મળતા આ અંગે ખેડૂતોમાં ભારે રોષની લાગણી ઉદભવી છે.આ પ્રશ્ને ગઈકાલે જાફરાબાદના ખેડૂત આગેવાન તાલુકાના માજી પ્રમુખ એવા કરણભાઈ પટેલ દ્વારા સરકારમા પત્ર પાઠવી રજૂઆત કરી છે કે એકને ગોળ અને એકને ગોળ જેવી નીતિ સરકારે રાજુલા તાલુકાને વીમો ગત વર્ષનું કપાસનો તાજેતરમાં મળી ગયો છે. જ્યારે ચાર માસ થયા છતાં જાફરાબાદ તાલુકાને કપાસ વિમો મળ્યો નથી. ખેડૂતો રોજ બેંકોમા જાય છે અને પુછપરછ કરે છે. બેંકવાળા પણ ખેડૂતોને જવાબ આપીને થાકી ગયા છે. ખેડૂતો ધક્કા ખાય થાકી ગયા છે. આ પ્રશ્નનો ઉકેલ સરકાર દ્વારા તાકિદે નહી કરવામા આવે તો ટૂંક સમયમાં રેલી આવેદનપત્ર, ધરણા સહિતના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...