તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટડી માતૃવંદના સોસાયટીમાં ગટરના પ્રશ્ને પાલિકા ટીમના ધામા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટડી માતૃવંદના સોસાયટીમાં ગટરોના ઢાંકણા તૂટી જવાની સાથે અહીં ગટરો ઉભરાવવાની ફરીયાદો ઉઠી હતી. જેના લીધે પારાવાર ગંદકીના કારણે આ વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ વધતાં રોગચાળો બેકાબુ બન્યો હતો.

આ વિસ્તારમાં ટાઇફોઇડ અને ડેન્ગ્યુ સહિત તાવના રોગચાળાએ માથું ઉંચકતા ઘેર ઘેર માંદગીના ખાટલા છે. આરોગ્યમાં દોડધામ મચતા 23 ફેબ્રુઆરીને શનિવારે નગરપાલિકા સ્વચ્છતા અભિયાન સમિતિના ચેરમેન મંજૂબેન સહિત પાલિકા ગટર યોજનાના મહાદેવભાઇ અને પ્રતાપભાઇ સહિતનો સ્ટાફ અદ્યતન સાધન સામગ્રી સહિતના કાફલા સાથે તાકીદે પાટડી માતૃવંદના સોસાયટીમાં દોડી ગયા હતા. આ વિસ્તારમાં ઉભરાયેલી ગટરનું પાણી વેક્યુમ મશીનથી ખેંચી લેવા સહિતની કામગીરી હાથ ધરાતા આ વિસ્તારના રહિશોએ રાહતનો દમ લીધો હતો. રહિશોએ આ પ્રશ્નના કાયમી ઉકેલ લાવવાની માંગ સાથે ગટરના ઢાંકણા ચોરીની ઘટનાની સમસ્યાનો તાકીદે ઉકેલ આવે એવી રજૂઆતો કરી હતી.

પાટડી માતૃવંદના સોસાયટીમાં ગટર ઉભરાવવાના પ્રશ્ને પાલિકાની ટીમે કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો