તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હળવદની હોટલ હરિદર્શન નજીક વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પસાર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

હળવદની હોટલ હરિદર્શન નજીક વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પસાર થતા રાજકોટ આરઆર સેલની ટીમે રોકી તલાસી લીધી હતી. જેમા જુદી જુદી બ્રાન્ડની દારૂની 1200 પેટી સાથે રૂ. 70 લાખનો મુદામાલ જપ્ત કરી રાજસ્થાનના શખ્સને દબોચી લીધો હતો.

હળવદ માળિયા-કચ્છ હાઈવે રોડ પર અવાર નવાર બુટલેગરો દ્વારા હળવદ પંથકમાં મોટી પ્રમાણમાં વિદેશી દારૂ જથ્થાનુ કટીંગ કરતા હોય છે. ત્યારે મંગળવારે બપોરના હળવદ - માળિયા હાઈવે પર આવેલ હોટલ હરિદર્શન નજીક વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પસાર થતું હોવાની પોલીસને મળી હતી.જેમાં રાજકોટ આરઆરસેલના પીએસઆઈ એમ.પી. વાળાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા આ વિદેશી દારૂનું કન્ટેનર ઝડપી લીધું હતું. ઝડપાયેલા કન્ટેનરમાંથી રૂ. 40 લાખની કિંમતની 1200 વિદેશી દારૂની પેટી મળી આવી હતી. આ બનાવમાં ક્ન્ટેનરના ચાલક અને રાજસ્થાનના 60 વર્ષના બલવંતસિંગને દબોચી લીધો હતો. પોલીસે રૂ. 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને દારૂનો જથ્થો કયાથી આવ્યો ? કયા જતો હતો ? તે દિશામાં તપાસ હાથ ધરી હતી. જ્યારે આ કેન્ટેનરમાં દારૂ સિવાય અન્ય કોઇ માલસમાન મળી ન આવતા શુ આ કન્ટેનર માત્ર વિદેશી દારૂની હેરાફેરી માટે જ દોડતુ હતુ સહિતના સવાલો પોલીસ માટે પડકારૂપ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો