જુનાગઢ પાટણ બસ બંધ પડતા મુસાફરો અટવાયા

Wadhwan News - passenger bus stopped at junagadh patan bus 075011

DivyaBhaskar News Network

Sep 11, 2019, 07:50 AM IST
વઢવાણ ઉપાસના સર્કલ પાસે જુનાગઢ પાટણ રૂટની બસ બંધ પડી ગઇ હતી. આ સમયે વરસાદ ચાલુ હોવાથી મુસાફરો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. આ બનાવની જાણ થતા બસને પંચર સહિતની રીપેરીંગની કામગીરી કર્મચારીઓએ હાથ ધરી હતી.

વઢવાણ ઉપાસના સર્કલ પાસે એસટી બસ અટવાઇ હતી. જેમાં જુનાગઢ-પાટણ રૂટની બસ બંધ થઇ જતા બસમાં બેસેલ 30 મુસાફરો વરસતા વરસાદ માંથી બચવા આશરો લેતા નજરે પડ્યા હતા. આ બનાવની જાણ થતા સુરેન્દ્રનગર એસ.ટી બસ ડેપો નજીક હોવાથી કર્મચારીઓ દોડી ગયા હતા. આ ઉપરાંત બસના ડ્રાઇવર, કન્ડક્ટર તેમજ મુસાફરોને મદદા કરીને તપાસ શરૂ કરી હતી. જેમાં પંચર જોવા મળતા પ્રથમ પંચર સહિત અન્ય રીપેરીંગ કામ હાધ ધર્યુ હતું. અંતે બસ ચાલ થતા મુસાફરોએ રાહતનો દમ લીધો હતો. આ અંગે ક્રિષ્નાબેન, મનસુખભાઇ વગેરે મુસાફરોએ જણાવ્યુ કે જુનાગઢ-પાટણ એસટીબસની હવા નીકળી જતા અકસ્માત જેવુ લાગ્યુ હતુ પરંતુ ડ્રાઇવરે બસપર કાબુમેળવી રીપેરીંગ હાથ ધર્યુ હતું. ત્યાં સુધી અમોએ વરસાદથી બચવા નજીકમાં આશરો લીધો હતો.

X
Wadhwan News - passenger bus stopped at junagadh patan bus 075011
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી