તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધારી પંથકમાં ચંદનના ઝાડની ચોરી કરતી પરપ્રાંતિય ગેંગ સક્રિય

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધારી પંથકમાં ચંદનના ઝાડની ચોરી કરતી પરપ્રાંતિય ગેંગ સક્રિય છે અને વનતંત્ર ઘોર નિંદ્રામાં છે ત્યારે સરસીયા વીડી વિસ્તારમાં જંગલની અંદર ચંદનના 25 વૃક્ષો કોઇ કાપી જતા વનતંત્રનું નાક કપાયુ છે. જો કે વનતંત્રએ આ બારામાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ચંદન ચોરીની આ ઘટના એ સ્થળે બની હતી જ્યાં થોડા સમય પહેલા 23 સાવજોના બિમારીથી મોત થયા હતાં. તે સમયે અને આજની તારીખે પણ અહિંનું જંગલ રેઢા પડ જેવુ છે. ગીર પૂર્વની દલખાણીયા રેન્જના કરમદડી રાઉન્ડમાં સરસીયા વીડીમાં ચંદન ચોર ગેંગ એક સાથે 25 વૃક્ષો કાપીને લઇ ગઇ છે. પાછલા કેટલાક સમયથી ધારી તાલુકામાં ચંદનના ઝાડ કાપીને લઇ જતી પરપ્રાંતિય ગેંગ સક્રિય બની છે અને અગાઉ પણ આ ગેંગ ચંદનના વૃક્ષો કાપતી હોવાની વનતંત્ર સમક્ષ લેખીત રજુઆતો પહોંચી હતી. આમ છતાં તંત્રની નિંદર ન ઉડતા હવે એક સાથે 25 વૃક્ષો કપાયા છે.

અગાઉ ત્રણ વર્ષ પહેલા પણ સરસીયા વીડી તથા આસપાસના જંગલમાં ચંદનના વૃક્ષોનું કટીંગ થયુ હતુ અને હવે ફરી એકવાર ચંદન ચોરો સક્રિય થયા છે. વનતંત્ર અમારી દેખરેખ છે તેવી માત્ર વાતો જ કરી રહ્યુ છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો