પંકજે આંગડીયા પેઢીના કર્મીને ગળે દોરી બાંધી, રાજકુમારે હથોડીના ઘા ઝીંકયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના મેઇન રોડ પર આવેલી આંગડીયા પેઢીમાં લૂંટ ચલાવનાર ત્રણ આરોપીઓના પાંચ દિવસના રીમાન્ડ મંજૂર થયા હતા. જેમાં રીમાન્ડ દરમિયાન લૂંટને અંજામ આપવામાં વાપરવામાં આવેલ બાઇક ચોરીનું હોવાનું બહાર આવ્યુ છે.

સુરેન્દ્રનગરની માધવ મગન આંગડીયા પેઢીમાં તા. 8ના રોજ 1.60 લાખની લૂંટ ચલાવી હતી. આ બનાવમાં ઘનશ્યામ સતાપરા, પંકજ રાજગોર અને રાજકુમાર ઠાકુર પોલીસના હાથે ઝડપાયા છે. કોર્ટે પાંચ દિવસના પોલીસ રીમાન્ડ મંજૂર કર્યા હતા. જેમાં શુક્રવારે સાંજે પીઆઇ એ.એચ.ઘોરી, પીએસઆઇ એમ.ટી.વાળંદ સહિતના સ્ટાફ દ્વારા ત્રણેય આરોપીઓને પોલીસ મથકથી ચલાવી ઘટનાસ્થળે લઇ જવાયા હતા. જેમાં ઘનશ્યામ નીચે બાઇક પાસે ઉભો રહ્યો હતો. અને રાજકુમાર તથા પંકજ ઉપર આંગડીયા પેઢીની ઓફિસે ગયા હતા. આંગડીયા પેઢીના કર્મચારી અરજણભાઇનું પંકજે ગળુ દોરી વડે બાંધ્યુ હતુ અને રાજકુમારે હથોડીના ઘા ઝીંકયા હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. બોટાદથી ત્રણેય ટ્રેનમાં પાસ કઢાવીને આવતા હતા અને જોરાવરનગર રેલવે સ્ટેશન ઉતરી બાઇક લઇને બનાવ પહેલા 10 દિવસથી રેકી કરતા હતા.

બોટાદના ત્રણેય શખ્સો ટ્રેનનો પાસ કઢાવી આવતા હતા

_photocaption_આંગડીયા પેઢીના લૂંટ કેસના ત્રણેય આરોપીઓને સ્થળે લઇ જવાયા .*photocaption*
અન્ય સમાચારો પણ છે...