તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવતીને લગ્નની લાલચ અાપી પાંડેરીનાં શખ્સે દુષ્કર્મ આચર્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગીરગઢડા તાલુકાના પાંડેરી ગામના શખ્સ એક યુવતીને લગ્ન કરવાની લાલચ આપી બાઇક પર ઘાંટલા ગામની સીમમાં આવેલા વાડીના મકાનમાં લઇ જઇ દુષ્કર્મ આચરી આ અંગે કોઇને કહીશ તો તારા પરિવારને મારી નાંખીશ એવી ધમકી આપી નાસી છુટયો હતો. આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગીરગઢડાના આંકોલાળી ગામે રહેતી અને સીલાઇ કામ કરતી યુવતીનાં ઘરે પાંડેરી ગામનાં મુકેશ બાબુ ચુડાસમાએ જઇ લગ્ન કરવાની લાલચ આપી બળજબરીપૂર્વક તેને બાઇકમાં બેસાડી ઊનાથી 2 કિમી દુર ઘાંટલા ગામની સીમમાં વાડીએ લઇ જઇ બંધ મકાનમાં ગોંધી રાખી દુષ્કર્મ અાચર્યુ હતું. બાદમાં ઢીકાપાટુનો માર મારી આ અંગે કોઇને કહીશ તો તને અને તારા આખા પરિવારને જાનથી મારી નાંખીશ એવી ધમકી આપી ત્યાંથી નાસી ગયો હતો. આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી મુકેશને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો