તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યાજખોરના અતિ ત્રાસથી પાલિતાણાના શ્રમજીવીએ દવા પીધી : હાલત ગંભીર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર| ભાવનગર |11 જાન્યુઆરી

પાલિતાણાના હાથીયાધાર વિસ્તારમાં રહેતા અને સેન્ટીંગનું કામ કરતા શ્રમજીવીને રૂપીયાની જરુર હોય તેના મિત્ર પાસેથી ત્રણ ટકાના વ્યાજે 25 હજાર ઉછીના લીધા હતા. બાદમા આ શખ્સે 10 ટકા વ્યાજ સાથે ઉઘરાણી કરી રકમ ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા શ્રમજીવીએ પોલીસ સ્ટેશનમાં જ પોલીસની સામે ઝેરી દવા પી લેતા તેઓને ગંભીર હાલતે સારવાર્થે ખાનગી હોસ્પીટલમા ખસેડાયા હતા.

બનાવ અંગેની પાલિતાણા પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ પાલિતાણા આંબેડકર સોસાયટીમાં રહેતા નરેશભાઇ દાનાભાઇ ચુડાસમા (ઉ.વ.37) ને રૂપીયાની જરુર હોય જેથી પાંચેક મહીના પહેલા સોમાભાઇ મામૈયાભાઇ રબારી પાસેથી રૂપીયા 25.000 ત્રણ ટકાં લેખે વ્યાજે લીધા હતા. જે અંગે બન્ને વચ્ચે 3 ટકાં વ્યાજની વાત થયેલી.અને બાદમા આ સોમાએ નરેશભાઇ પાસે 10 ટકાં વ્યાજ લેખે રુપીયાની પઠાણી ઉઘરાણી કરતા અને વ્યાજ ન આપે તો વ્યાજખોર નરેશભાઇ પાસેથી રોજની રુપીયા 100 પેનલ્ટી માંગતો હતો.

જયારે શુક્રવારે સાંજના સુમારે આરોપીએ .રિયાદીને ફોન પર ઉઘરાણી કરી ત્યારબાદ રૂબરૂ મળીને આરોપીએ ફરિયાદીને મનફાવે તેમ ગાળો દઇ,જ્ઞાતિ વિશે અપમાનીત કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે અંગે નરેશભાઇ દાનાભાઇ ચુડાસમાએ સોમા મામીયાભાઇ રબારી વિરુધ્ધ પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે ફરિયાદ નોંધી બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે. જયારે દવા પી લેનાર નરેશભાઇની હાલત અંગે ફરજ પરના તબીબે જણાવ્યું હતુ કે 24 કલાક પછી તેમની તબીયતની ખબર પડશે. હાલ તેઓ અમારી દેખરેખ હેઠળ છે.

પાલિતાણા પોલીસ મથકમાં જ દવા પીધી
પાલિતાણાના નરેશભાઇએ વ્યાજખોર સોમા રબારીના ત્રાસ અને ધમકીથી કંટાળી જઇ ઝેરી દવા પીવા પહેલા એક વિડીયો સોશ્યલ મીડીયામા વાયરલ કર્યો છે. જેમા તેઓએ જણાવ્યું છે કે મને સોમા રબારી અવાર નવાર રૂપીયાની ઉઘરાણી કરી તારે રૂપીયા આપવા જ પડશે. તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ વીશે અપમાનીત કરેલ. અને બાદમા પોતે ફરીયાદ કરવા જતા પાલીતાણા ટાઉન પોલીસે તેમની ફરીયાદ લીધી ન હતી. અને માત્ર સાદા કાગળમાં અરજી લીધી હતી. એટલુ જ નહી આ વ્યાજખોરના ત્રાસથી અને પોલીસે ફરિયાદ ન લેતા જેથી તેઓ પોલીસ સ્ટેશનમા જઇ પોલીસની સામે ઝેરી દવા પી લેશે. તે પહેલા આ વીડીયો તેઓએ રડતા અવાજે વાયરલ કર્યો છે. અને હકીકતે તેઓ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમા ગયા હતા.અને ત્યા ઝેરી દવા પી લીધી હતી.

ભોગ બનનારના ભાઇને કશી જાણ નથી
આ અંગે ભોગ બનનાર નરેશભાઇના ભાઇ ગીરીશભાઇએ જણાવ્યુ હતુ કે હા મારાભાઇ નરેશભાઇએ ઝેરી દવા પીધી છે. શામાટે પીધી અને કયા પીધી તેની મને ખબર નથી.મને પોલીસમાંથી જાણ થતા હુ હોસ્પીટલમા આવ્યો છુ.કોની પાસેથી કેટલી રકમ લીધી હતી. તે અંગે પણ મને કશી ખબર નથી. નરેશભાઇને પરણીત છે. અને લગ્ન દરમ્યાન એક પુત્ર અને એક પુત્રી છે.અને તેઓ સેન્ટીંગ કામ કરે છે. તેમ તેઓએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો