મૂળી રબારીનેશમાં લાખોના ખર્ચે મેલડીમાં મંદિર બનાવવાનું શરૂ કરાતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મૂળી રબારીનેશમાં લાખોના ખર્ચે મેલડીમાં મંદિર બનાવવાનું શરૂ કરાતા ભક્તોમાં આનંદની લાગણી ફેલાઇ છે. આ મંદિરે રવિવાર અને પુનમેમોટી સંખ્યામાં ભક્તો દર્શને પધારે છે.

મૂળી આસપાસ અનેક જગ્યા પર ધાર્મિક સ્થળો આવેલ છે. અહીં લોકો દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે. ત્યારે મૂળી રબારી નેશમાં આવેલ કેરડાવાળા મેલડીમાં ધામ માંઇ ભક્તો માટે આસ્થાનુ કેન્દ્ર છે. અને અંહી દર રવિવાર તેમજ પુનમે મોટી સંખ્યાંમાં માંઇભક્તો દર્શન માટે મોટી સંખ્યા દર્શનાથી આવે છે. ત્યારે માઇ ભક્તો દ્વારા હાલ અંદાજે 20 લાખથી વધુનાં ખર્ચે આ જગ્યા પર મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે.

આથી માઇ ભક્તોમાં આનંદની લાગણી ફેલાઇ છે. આ અંગે મંદિરમાં ભુવા લખમણભાઇ ખાંભલાએ જણાવ્યુ કે આ જગ્યા ખુબજ પવિત્ર હોવાથી ભક્તો દર્શન માટે પધારે છે. તે માટે હાલમાં 20 લાખના ખર્ચે શિખરબંધ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...