બોટાદમાં દંત ચિકિત્સા યજ્ઞ, અગ્નિકર્મ સારવાર કેમ્પનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જિલ્લા બ્રાન્ચ બોટાદ પ્રણવ ફાઉન્ડેશન અમદાવાદના ઉપક્રમે આ. દાતા રાજેશકુમાર નંદલાલ પોપટલાલ બારભાયાના આર્થિક પોપટલાલ બારભાયાના આર્થિક સહયોગથી આગામી તારીખ 16મી ફેબ્રુઆરી- 2020 ને રવિવારના રોજ ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી બોટાદ ખાતે વિનામૂલ્યે દંત ચિકિત્સા યજ્ઞ તથા અગ્નિકર્મ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી બોટાદ ખાતે દંત ચિકિત્સા યજ્ઞ તથા અગ્નિકર્મ સારવાર કેમ્પમાં નિષ્ણાત આયુર્વેદ ચિકિત્સક વૈધ ડો. પ્રણવભાઈ દવે દાંતને લગતા તમામ દર્દો માટે તથા અગ્નિકર્મ સારવારના વૈદ્ય ડો. નિકુંજ પટેલ સાંધાના તેમજ વા તેમજ ઢીચણ તેમજ કમર તેમજ ગરદન તેમજ સ્નાયુ તેમજ નસ તથા ગાદીની તકલીફની સારવાર માટે સેવા આપશે. તો આ દંત ચિકિત્સા યજ્ઞ, અગ્નિકર્મ કેમ્પમાં લાભ લેવા દરેક લાભાર્થીઓને ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા આહવાન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...