સલાયામાં રાંદલના 80 લોટાનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સલાયા | સલાયામાં પ્રથમ વખત જલારામ સેવા સમિતિ દ્વારા સમુહ રાંદલ માના લોટાનું તા. 12ના આયાેજન કરાયું છે. જેમાં 560 ગોયણી મહાપ્રસાદનો લાભ લેેશે. કાર્યક્રમને લઇને પુરુષો, મહિલાઓ, વૃધ્ધો સહિતમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રવિવારના ભોજનને લઇને તડામાર તૈયારીઓ હાથ ધરાઇ છે. સલાયામાં પ્રથમ મા રાંદલના 80 લોટાનું આયોજન કરાયું છે. જેમાં લોહાણા મહાજન વાડીમાં રાંદલ માના 80 લોટા ખંભાળિયાના બળવંતભાઇ ગોર દ્વારા માતાજી શણગારાયા છે અને રવિવારના સવારે 9.30 વાગ્યે રાંદલમાના મંદિરથી ધર્મયાત્રા નીકળશે જે સલાયા લોહાણા મહાજન વાડીએ વાજતે-ગાજતે જશે અને ત્યાં માતાજીની ધાર્મીક વિધિ બાદ ગોયણી તથા શ્રધ્ધાળુઓનો ભોજન સમારંભ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...