તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાના ડરથી હોટેલમાં થર્મલ સ્ક્રીનિંગ વ્યવસ્થા કરવા આદેશ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મોરબીની હોટેલ અને રેસ્ટોરન્ટમાં આવતાં મુસાફરોમાં કોરોના વાયરસ પ્રસરવાની શક્યતાને ધ્યાનમાં રાખી મોરબી જિલ્લાની હોટેલ અને રેસ્ટોરન્ટમાં થર્મલ સ્ક્રીનિંગ વ્યવસ્થા કરવા આદેશ કરવામાં આવ્યો છે.

મોરબીમાં ચીન ઉપરાંત વિશ્વના અલગ અલગ દેશમાંથી વેપારીઓ આવતા હોય છે હાલ વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. વિશ્વમાં હજારો લોકોનાં મોત તેમજ સંક્રમિત લોકોની સંખ્યા વધી છે. બીજી તરફ ભારત માં પણ આ બીમારીના ચેપ સતત વધી રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ગાઈડ લાઇન તૈયાર કરવામા આવી છે અને તેના અનુસંધાનમાં સંભવિત ઈન્ફેક્શનના આગમચેતી તરીકે તમામ હોટલમાં આવતાં પ્રવાસીઓ તેમજ હોટેલ કર્મચારીઓના થર્મલ સ્ક્રીનીંગ માટેની વ્યવસ્થા કરવી ફરજિયાત છે. આ ઉપરાંત હોટેલમાં સેનીટેશન માટે યોગ્ય ગુણવત્તાયુક્ત સેનીટાઈઝર માસ્ક વિગેરે ઉપલબ્ધ રાખવા. કોઈપણ પ્રવાસીની કે હોટલ કર્મચારીના શરીરનું તાપમાન ૯૯ ફેરનહીટ અથવા તેથી વધુ હોય તો તાત્કાલીક સ્થાનીક આરોગ્ય તંત્રને જાણ કરવી અને આગમચેતીના પગલાં લેવા તાકીદ કરવામાં
આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો