તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેલ્થ સેન્ટરની બહેનોનો તાલીમનો વિરોધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપલેટા શહેરમાં ટાવર શાળા સામે આવેલ શહેરી આરોગ્ય કેન્દ્રની ઓફિસ ખાતે આજરોજ યોજાનાર ટેકોના મોડ્યુલ-૨ તાલીમનો વિરોધ હેલ્થ સેન્ટરની બહેનો દ્વારા વિરોધ કરાયો હતો. ઉપલેટા શહેર અને તાલુકાની પંચાવન જેટલી આરોગ્ય વિભાગની બહેનો દ્વારા વિવિધ માગણીઓને લઈને સખત વિરોધ નોંધાવ્યો હતો.

તેમના જણાવ્યા પ્રમાણે ટેકોના મોડ્યુલ ફેમિલી હેલ્થ સર્વેનું કાર્ય કર્યુ હતું. તે સમયે ડેટા ની એન્ટ્રી પણ વ્યવસ્થિત કરાયેલી હતી. અધિકારીઓ દ્વારા આ કાર્યની સરાહના પણ કરાઇ હતી. પણ હાલમાં સ્થળાંતરીત તથા વાડી વિસ્તારમાં જે લોકો છ માસથી કે લાંબા સમયથી અન્ય સ્થળે રહેવા જતા રહેલા હોય, તેવા લોકોની એન્ટ્રી પણ તંત્ર દ્વારા આ કર્મચારીઓ દ્વારા પાસે જબરદસ્તી કરાવવામાં આવે છે.જે યોગ્ય નથી. આવા લોકોની ચોક્કસ અને સચોટ માહિતીના હોય જેનો પણ વિરોધ કરાયો છે.

ટેકોના માનસિક ત્રાસના કારણે મોટી ઉંમરવાળા બહેનોમાં બીપી અને ડાયાબીટીસની તકલીફ વધારે જોવા મળે છે. અને સ્ટાફના જ વ્યક્તિ એનસીડીનો ભોગ બન્યા છે. મેન્ટલ હેલ્થ સારું રહેતું નથી. હાલ અર્બન હેલ્થમાં આવેલ નવા સ્ટાફને જાહેર રજાનો લાભ પણ મળતો નથી. બહેનોની શનિવારની અડધા દિવસની રજા પણ મીટીંગ કે ટ્રેનિંગને કારણે કેન્સલ કરવામાં આવે છે. આખો દિવસ ભરેલો હોવા છતાં પણ વળતર રજા આપવામાં આવતી નથી. ઘણા સમયથી શનિવાર અને રવિવાર તેમજ જાહેર રજાનો કોઈપણ લાભ મળતો નથી. આ બહેનો ૪૨ કરતા પણ વધુ પ્રકારની કામગીરી કરે છે છતાં પણ વળતરને બદલે એક પ્રકારનું શોષણ જ કરવામાં આવે છે. ટેકો કામગીરી અમારા વિસ્તારની અમો એકલાથી માંડ માંડ પૂરી થાય છે. ટેકો એન્ટ્રી જે તે દિવસે જ કરવાની ચિંતામાં અમારા મમતા દિવસ ગુણવતાસભર થઈ શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...