તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વઢવાણમાં ઓપન ગુજરાત શૂટિંગ વોલિબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણમાં વર્ધમાન સ્પોર્ટસ ક્લબ દ્વારા ઓપન ગુજરાત શુટીંગ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ છે. જેમાં ગુજરાતભરમાંથી 16 વોલીબોલ ટીમો ભાગ લેવાની છે. જેના પ્રથમ દિવસે 10 ટીમો વચ્ચે વોલીબોલ મેચો જામતા વઢવાણ શહેરની જનતા નિહાળવા ઉમટી હતી.

વઢવાણ શહેરની લાડકીબાઇ કન્યાશાળા ખાંડીપોળ ખાતે તા.15 જૂનના રોજ શરૂ થયેલી વોલીબોલ ટુર્નમેન્ટમાં રાજકોટ, અમદાવાદ, ભાવનગર, વેરાવળ, જૂનાગઢ, ધ્રાગધ્રા, લીંબડી, વઢવાણની સહિત ગુજરાત ભરમાંથી 16 ટીમોએ ભાગ લીધો છે. જેના પ્રથમ દિવસે 10 ટીમો વચ્ચે વોલીબોલ મેચની જંગ જામ્યો હતો. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ટીમોના ખેલાડી સહિત સ્ટાફ માટે ભોજનની વ્યવસ્થા પણ કરાઇ છે. આ ટુર્નામેન્ટમાં વિજેતા થનાર ટીમને વર્ધમાન સ્પોર્ટસ ક્લબ અને વઢવાણ નગરપાલિકા દ્વારા ઇનામ અને શિલ્ડ અર્પણ કરવામાં આવશે. આ આયોજનને સફળ બનાવવા મનહરસિંહ ડોડીયા, ભાણુભા સોલંકી, પી.કે. નકુમ વગેરે પ્રયાસ કરી રહ્યા છે. વોલીબોલ કૌશલ્યને નિહાળવા પ્રેમીઓ ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...