તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીનાં ઊઁંચી માંડલ પાસે બાઈક સ્લીપ થતા એકનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી હળવદ હાઇવે પર ઉંચી માંડલ ગામ નજીક રોડ પર બાઈક લઈને જતા હતા તે દરમિયાન કોઈ વાહન અચાનક સામે આવતા બાઈક પરથી કાબુ ગુમાવતાં બાઇક રસ્તા પર ઉતરી ગયા હતા જેમાં આધેડનું મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા યુવાનને ઇજા પહોંચી હતી બનાવ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મોરબીના ત્રાજપર ગામમાં રહેતા વિજય છગન પનારા અને તેના કાકાજી સસરા લખમણ ભાઈ દાનાંભાઇ મકવાણા રાત્રીનાં સમયે કોઈ કામથી ઘાટીલા જતા હતા તે દરમિયાન હળવદ રોડ પર ઉંચી માંડલ ગામ પાસે અચાનક કોઈ વાહન સામે આવી જતા લખમનભાઈની આંખમાં વાહનની લાઈટ આવતા બાઈક પરથી કાબુ ગુમાવતાં બાઈક રસ્તા પરથી નીચે ઉતરી જતા બન્ને વ્યક્તિને ઇજા પહોંચી હતી. બનાવમાં લખમનભાઈને ગંભીર ઇજા પહોંચતાં તેમનું મોત નિપજ્યું હતું. જયારે વિજયભાઈને ઇજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે તાલુકા પોલિસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...