લીલીયા-ભોરીંગડા માર્ગ પર એક-એક ફૂટના ખાડા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીલીયાથી ભોરીંગડાનો વાયા પીપળવાનો માર્ગ ઘણા લાંબા સમયથી તદન બિસ્માર હાલતમાં છે. અહિં એક-એક ફૂટના ખાડા હોવાના કારણે નાના-મોટા અકસ્માતો વારંવાર બની રહ્યા છે. આ માર્ગની તાકીદે મરામત કરવા માંગ ઉઠી છે. લીલીયા પંથકમાં આમ તો અનેક માર્ગોની હાલત ખરાબ છે. પરંતુ લીલીયાથી ભોરીંગડાનો વાયા પીપળવા, વાઘણીયા, ટીંબડી થઇને જતો માર્ગ પાછલા કેટલાક સમયથી ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે. આ રસ્તા પર મોટા મોટા ખાડાઓના કારણે વાહનો હિંચકા ખાતા ચાલે છે. મોટા મોટા ખાડાઓના કારણે મોટર સાયકલ જેવા નાના વાહનોના ચાલકો અવાર નવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે. મોટા વાહન ચાલકોને પણ આ ઉબડ ખાબડ રસ્તાના કારણે મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ વિસ્તારના ગામડાઓની જનતા દ્વારા અવાર નવાર નેતાઓને રજુઆતો કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા ધ્યાન અપાતુ નથી. વહેલામાં વહેલી તકે આ માર્ગ રીપેર કરાય તેવી માંગ ઉઠી છે.

અકસ્માતની ભિતી: મરામત કરવા માંગ

અન્ય સમાચારો પણ છે...