તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશી બનાવટની પિસ્ટલ તથા જીવતા કારતૂસ સાથે એક આરોપી ઝડપાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશી બનાવટની પીસ્ટલ તથા જીવતા કારતુસ સાથે એક ઇસમને પકડી પાડતી પાળીયાદ પોલીસ (ફોટો છે) પાળીયાદ પોલીસ દ્વારા વાહન ચેકીંગ તથા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન દેશી બનાવટની પીસ્તોલ તથા જીવતા કારતુસ નંગ-4 સાથે એક ઇસમને પકડીપાડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તાજેતરના ભારતીય વાયુસેનાની આતંકવાદી વિરુદ્ધની મજબૂત કાર્યવાહીને લઈને આંતરીક સુરક્ષાને ધ્યાને લઈ ખાસ ઝુંબેશ રૂપે સઘન કાર્યવાહી બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાનાઓ દ્વારા જીલ્લામાં વાહન, હોટેલ, ઢાબા, ગેસ્ટ હાઉસ, ધાર્મિક સ્થળો, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, શકમંદ ઈસમો અને શકમંદ વિસ્તાર ચેકીંગની ખાસ ડ્રાઈવ રાખવામાં આવેલ જે આધારે પાળીયાદ પી.એસ. આઈ. એન.સી. સગર સ્ટાફ સાથે વાહન ચેકીંગ તથા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન 26 ફેબ્રુઆરીના રાત્રિના સમયે ભાડલા ગામના વાળાકપાસેથી એક ઇસમ ઉદયભાઇ વલકુભાઇ ધાધલ કાઠી દરબાર રહે.નાગડકા તા.સાયલા જી.સુ,નગર વાળાનાં હવાલા વાળા મોટર સાઇકલ નં.G J-.33 0779 વાળા પાસેથી ગેર. કાયદેસર દેશી બનાવટની પીસ્તોલ તથા જીવતા કારતુસ નંગ-4 સાથે કુલ મુદામાલ રૂ 45320 સાથે પકડીપાડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ ગુન્હાની તપાસ પાળીયાદ પોલીસ સ્ટેશનના એન.સી.સગરચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો