સિહોરની શેરીઓમાં કોળી સમાજના આગેવાનો વિરુધ્ધ બેનરો લાગ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકશાહીમાં ચૂંટણી એક પર્વ ગણાય છે. ભારતમાં 17મી લોકસભાની ચૂંટણી આવી રહી છે.અને ચૂંટણી આવતા જ જ્ઞાતિના સમીકરણો પણ સપાટી પર આવી જતાં હોય છે. સિહોરમાં રાજગોર શેરીમાં કોળી સમાજના અમુક આગેવાનોએ કોળી સમાજના નામ ઉપર મત માગવા આવવું નહીં એવા સ્ટીકર રાજગોરી શેરી અને પરમાર શેરીના યુવા જાગૃત મતદારો દ્વારા લગાવાતા સિહોરમાં આ મુદો ચર્ચાની એરણે ચડયો હતો.

આ વિસ્તારના રહીશોને આ બાબતે પૃચ્છા કરતાં તે�ઓએ જણાવેલ કે આ સ્ટીકર કોણ લગાડી ગયું તેની અમને ખબર નથી. તો પછી આ સ્ટીકર લગાડનાર કોણ ? આ વિસ્તાર ભાવનગર જિલ્લા મહામંત્રીના ભાઇ અને કોળી સમાજના આગેવાન સિહોર નગરપાલિકાના નગરસેવકનો મત વિસ્તાર છે.