તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તળાજામાં સફાઈ કામદારો અણઉકેલ પ્રશ્ને આંદોલનનાં માર્ગે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તળાજામાં વર્ષોથી સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા સફાઇ કર્મીઓ એ પોતાની ન્યાયીક માંગણી માટે હડતાલ પાડવવા માંગે છે તેવા પ્રકારની પ્રાદેશિક કમિશ્નર ગાંધીનગરને નોટીસ આપેલ છે તે અંગે ગુજરાત સફાઇ કામદાર મહામંડળને પણ માંગ અંગે જાણ કરતા સફાઇ કામદારોનાં મહેકમનું માળખું 2018ની વસતી અને વિસ્તાર મુજબ નવેસરથી મંજુર કરવા, સફાઇ કામદારોની ખાલી જગ્યા પર રોજમદાર કર્મચારીઓ ને મહેકમ, ખર્ચ, અને વય મર્યાદા અને ભરતીની પ્રક્રિયા કર્યાસિવાય નિમણુંક આપવા, કાયમી સફાઇ કર્મીઓને રાજ્ય સરકારનાં ધારા ધોરણ મુજબનાં વેતન અને 7મું પગારપંચનો લાભ આપવા, કરાટ આધારીત કે કોન્ટ્રાકટ પ્રથા બંધ કરવા, કામદારોને પેન્શન યોજનાનો લાભ આપવા, વારસદારોને રહેમરાહે નોકરી આપવા સહીતની અનેક માંગણીઓ નહીં અપાય તો આગામી 5-3-19 થી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની કમીશ્નર સમક્ષ રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો