તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણ પેટાચૂંટણીમાં છેલ્લા દિવસે કોંગી ઉમેદવારે ફોર્મ ભરતાં ગરમાવો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વઢવાણ નગરપાલિકાની વોર્ડનં .8ની પેટાચૂંટણીમાં ઉમેદવારોની મંદી જોવા મળી છે. એક બેઠક માટે ભાજપ કોંગ્રેસ સહિત ચાર ઉમેદવારો મેદાનમાં છે. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસના મહાદેવભાઇ પરમારને મેદાનમાં ઉતારતા ચૂંટણી જંગ રસાકસી ભર્યો બનશે.

વઢવાણ નગરપાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ 2500 મતોથી વિજેતા થનાર ભાવેશભાઇ લકુમે રાજીનામુ આપવુ પડ્યુ છે. ત્યારે વોર્ડનં.8 માં ખાલી પડેલી બેઠક પર કોંગ્રેસે હુકમનુ પત્તુ મહાદેવભાઇ પરમારને અંતિમ દિવસે ફોર્મ ભરાવ્યુ છે. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઇ પટેલ, પાલિકાના પુર્વ પ્રમુખ વિક્રમભાઇ દવે, શહેર કોંગ્રેસ પ્રમુખ સતિષભાઇ ગમારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પેટા ચૂંટણીમાં ભાજપે જગદીશભાઇ પરમાર તથા ડમી ઉમેદવારને ઉમેદવારી પત્રક ભરાવ્યુ છે. જ્યારે કોંગ્રેસ મહાદેવભાઇ પરમાર સાથે સોડાભાઇ મકવાણાને ફોર્મ ભરાવ્યુ છે. ફોર્મ ચકાસણી અને ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા બાદ જ સાચુ ચિત્ર સ્પષ્ટ થાય તેમ છે. આ ચૂંટણીમાં પાલિકાના સતવારાપરા, દલિતવાસ વગેરે વિસ્તારના 8400 જેટલા મતદારો મતદાન કરનાર છે.

વઢવાણ મામલતદાર કચેરીમાં કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ ભર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો