તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુનાગઢની એક પરિણિતાને પતિ સાથે સમાધાન કરાવવા મુદ્દે વડીયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જુનાગઢની એક પરિણિતાને પતિ સાથે સમાધાન કરાવવા મુદ્દે વડીયા સ્વામીનારાયણ મંદિરના આનંદ સ્વામીએ મહિલાને છરી બતાવી કારમા દુષ્કર્મ આચર્યુ હોવાના કેસમા આજે જુનાગઢ પોલીસ સ્વામીની શોધખોળ માટે વડીયા ખાતે દોડી આવી હતી. જો કે અહી પોલીસને ધરમનો ધક્કો થયો હતો. આ ઉપરાંત સ્વામીની મદદગારીમા ગોંડલના શ્યામસુંદર સ્વામીની પણ મદદગારી હોય પોલીસ ગોંડલ પણ દોડી ગઇ હતી. વડીયા દિવ્યધામ સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી આનંદસ્વામી અને ગોંડલના શ્યામસુંદર સ્વામી પર જૂનાગઢ સી-ડીવીજન પોલીસ મથક ખાતે એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે વડિયા સ્વામિનારાયણ મંદિરના આનંદ સ્વામીએ દુષ્કર્મ ગુજાર્યુ છે. અને છરી પણ બતાવેલ છે.

આ સાથે મદદગારીમા ગોંડલના શ્યામસુંદર સ્વામી પણ સાથે હતા. ત્યારે આ દુષ્કર્મની તપાસ અને બંને સ્વામીઓને શોધવા જૂનાગઢ સી ડિવિઝનના પીએસઆઇ પી.બી.લકકડ અને તેમની ટીમ આજરોજ પ્રથમ ગોંડલ ખાતે શ્યામસુંદર સ્વામીની ધડપકડ કરવા માટે ગયેલ અને બાદમાં વડીયા સ્વામિનારાયણ મંદિર ખાતે જૂનાગઢ પોલીસ આનંદ સ્વામી કયાં છે ? તેવી તપાસ અને તજવીજ કરેલ પરંતુ બંને આજદિન સુધી પોલીસ પકડની બહાર છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો