તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાઈવે પર રોંગ સાઇડે બાઇક ચલાવી સામેથી મોતને નોતર્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંગરોળનાં વિરોલથી જૂનાગઢ બાઇક પર આવી રહેલા બે યુવાનો વંથલી ગુરૂકુળ પાસે પહોંચ્યા ત્યારે સામેથી એક બાઇક ચાલક રોંગ સાઇડમાં આવતો હતો. જે તેમની સાથે ટકરાયો હતો.

માંગરોળનાં વિરોલ ગામે રહેતો રાહુલ કેશુભાઇ કાથડ પોતાનાં કાકાનાં દિકરા વિશાલ પોપટભાઇ કાથડ સાથે બાઇક પર જૂનાગઢ આવવા નિકળ્યો હતો. બંને ભાઇઓ રાત્રે દસેક વાગ્યે વંથલીથી આગળ ગુરૂકુળ પાસે પહોંચ્યા એ વખતે સામેથી રોંગસાઇડમાં આવતા બાઇક સાથે તેઓની બાઇક ટકરાઇ હતી. આથી બંને ભાઇઓ અને સામેની બાઇક ચલાવતા અમૃતભાઇ પુંજાભાઇ વેગડા (રે. અગતરાય, તા. કેશોદ)ને ઇજાઓ થઇ હતી. ત્રણેય જમીન પર પટકાયા હતા. બનાવને પગલે રોડ પર લોકો એકઠા થઇ ગયા હતા. કોઇએ 108 ને જાણ કરતાં ત્રણેયને 108 માં જૂનાગઢ સિવીલે ખસેડાયા હતા. જ્યાં અમૃતભાઇનું મત્યુ થયું હતું. બનાવ અંગે વંથલી પોલીસે રાહુલની ફરિયાદનાં આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો