મોરબી જેતપરમાં ઘેરથી પાણી ભરવા નિકળેલી સગીરા ગુમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીના જેતપર ગામમાં રહેતા મૂળ રાજસ્થાનના એક પરિવારની સગીરવયની દીકરી ઘરની નજીક પાણી ભરવા ગઈ હતી બાદ ઘરે પરત ન ફરતા સગીરા ગુમ થયાની જાણ થતા પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી જોકે તેનો કોઈ પત્તો ન લાગતા યુવતીના પિતાએ મૂળ એમપીના પરિવારના ૯ લોકો સામેં લલચાવી ફોસલાવી આપહરણ કરી ગયાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના જેતપર ગામમાં રહેતા મુળ રાજસ્થાનના બસવાળા જીલ્લાના માંતીયાસ જોહરે કટારા નામના વૃદ્ધ તેના વતનમાં ગયા હતા જયારે તેમનો દીકરો પુત્રવધુ અને તેમની દીકરી જેતપર મજુરી માટે રોકાયા હતા. તો જેતપર તેમનો પુત્ર કામે ગયો હતો.

જયારે પુત્ર વધુ ઘરે હતી આ દરમિયાન તેમની સગીરવયની દીકરી હેન્ડ પંપમાં પાણી ભરવા ગઈ હતી જોકે ત્યાર બાદ પરત ન ફરતા તેની શોધખોળ કરી હતી પરતું તે ન મળતા પુત્રે ઘટનાની પિતાને જાણ કરતા પિતાએ એમપીના પરિવારે તેમની પુત્રીની લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયાની ફરિયાદ નોધાવી હતી.બનાવ અંગે પોલીસે સુક્રેશ નીનામા,રાકેશ નીનામા,મુકેશ નીનામા,માંન્ગ્લીયા હોમજી નીનામા,લીલીયા રાજિયા, રેખા મુકેશ નીનામા સુનીતા રાકેશ નીનામા, અને બાબુ રામા નીનામાં સામે પોલીસ ફરિયાદ નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...