બગસરામાં 7 એપ્રિલે નેત્રયજ્ઞ, રકતદાન, દંતયજ્ઞનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીના સુદર્શન નેત્રાલય તથા જિલ્લા અંધત્વ નિવારણ સમિતિના સહયોગથી શિવબાબા માનવ સેવા ગૃપ તથા બાળ કેળવણી મંદિર બગસરા દ્વારા પદમવિનય ફાઉન્ડેશન મુંબઇના સહયોગથી તા. 7ના રોજ સવારે 8 થી બપોરે 1 સુધી વિનામુલ્યે નેત્રનિદાન કેમ્પ યોજાશે. અહી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી રકતદાન કેમ્પનુ આયોજન પણ કરવામા આવેલ છે. તો વધારેને વધારે રકતદાતાઓએ રકતદાન કરવા આયોજકો દ્વારા અપીલ કરવામા આવી છે. અહી દંતયજ્ઞનુ પણ વિનામુલ્યે આયોજન કરવામા આવેલ છે જેમા જાલંધર બંધ યોગ દ્વારા ઇંજેકશન આપ્યા વગર રાજકોટના જાણીતા દંતવૈદ્ય જયસુખભાઇ મકવાણા સારવાર આપશે. અહી એકયુપ્રેશર કેમ્પ પણ યોજાશે જેમા ડો.જાગૃતિબેન ચૌહાણ માર્ગદર્શન અને સારવાર વિનામુલ્યે આપશે. આ તમામ કેમ્પ લાલચંદકાકાનુ બાલમંદિર ખાતે યોજાશે. ત્યારે જરૂરિયાતમંદ લોકોએ આ તમામ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...