તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલમાં એનઆરઆઈ મહિલાએ યુવા પુત્રનો જન્મદિવસ ઝૂંપડપટ્ટીના બાળકો સાથે ઉજવ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ | ગોંડલના વતની અને યુકે માં સ્થાયી થયેલા રક્ષાબેન અશ્વીનભાઈ પટેલ હાલ ગોંડલ આવેલા છે. તેમના પરિવાર ના મિત્ર પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે ની સામાજિક સેવાપ્રવૃત્તિ થી વાકેફ હોય, રક્ષાબેન અશ્વિનભાઈ પટેલ ના સુપુત્ર નો જન્મ દિવસ ગોંડલ માં સામાજિક સેવા કાર્ય કરી ઉજવવાનું નક્કી કરતા વેરી તળાવ પાસે આવેલ ગરીબ પરિવાર ના બાળકો બહેનો દીકરીઓને પુત્ર આકાશ ના જન્મ દિવસ નીમિત્તે 100 જેટલા લોકોને ક્રીમરોલ, કેકપેસ્ટી અને જીરાસોડા ની ભેટ આપી ગરીબ પરિવારોની સાથે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી. આ ઉમદા માનવસેવા કાર્ય માં રક્ષાબેન ના મોટાબેન શમાબેન દીલીપભાઈ પટેલ, હિતેશભાઈ દવે, અંજલિ દવે, જતન દવે અને કિરણબેન દવે જોડાયા હતા.
અન્ય સમાચારો પણ છે...