તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાબરિયાની વિરુદ્ધ પ્રચાર કરતાં હવે, એમની માટે મત કેમ માગવો?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા - હળવદ વિધાનસભામાં ભાજપે સિંચાઈ કૌભાંડના પરસોત્તમ સાબરિયા કૉંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં આ વખતે તેમને ટિકિટ ફાળવણી કરતા ભાજપના કાર્યકકરો એ પેહલા મત નહીં આપવાનો પ્રચાર કરેલ હવે લોકને મત આપવાનો પ્રચાર કરવા જતા મુંજાઇ રહ્યા છે. આમ પ્રચારમાં ગરમાવો જોવા મળતો નથી.

ધ્રાંગધ્રા - હળવદ વિધાનસભાની પેટાચૂંટણીના મતદાનને 12 દિવસ બાકી છે. ભાજપના ધ્રાંગધ્રા - હળવદ કાર્યકરોને એક પશ્ન મુંજવી રહ્યો છે જેને લઈને પેટાચૂંટણીના પ્રચારમાં ગરમાવો જોવા મળતો નથી. ભાજપે કૉંગ્રેસમાંથી આવેલ સિંચાઈ કૌભાંડના પરસોત્તમ સાબરિયાને ટિકિટ આપી છે. જેથી થોડા સમય પહેલાની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કાર્યકરોએ સાબરિયાને મત નહીં આપવાનો પ્રચાર કરેલ હતો. હવે ફરી જેની સામે વિરોધમાં લોકો પાસે જઇ મત નહીં આપવાનું કહ્યુ હતું તેને ફરી મત આપવાનો પ્રચાર કરી લોકો પાસે મત માગવા જતા કાર્યકરોને મુજવી રહ્યા છે. આમ ચૂંટણી પ્રચારમાં ગરમાવો જોવા મળતો નથી અને મોટા ભાગના કાર્યકરોની નારાજગી મુશ્કેલી લાવી શકે છે. ત્યારે આગામી દિવસોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની હળવદ ખાતેની જાહેરસભા યોજવાની છે. ત્યારે કેટલી જનમેદની જાય છે આમ આગમી દિવસો ચૂંટણી પ્રચાર કેવો ગરમો આવે છે અને ખાસ કરીની બપોરના સમયે ગરમીની અસર પણ પ્રચારમાં જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...