તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વાઇરસથી ડરવાની જરૂર નથી, સાવચેતી રાખવી અત્યંત જરૂરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોટડાસાંગાણીના વેરાવળમા ગ્રામ પંચાયત અને પોલીસ દ્રારા વિશ્વમા હાહાકાર મચાવતા કોરોના વાયરસ અંગે લોકોને માહીતી અપાઈ હતી. કોટડાસાંગાણીના વેરાવળ ગામે કોરોના વાયરસના સાવચેતી પગલાના ભાગરૂપે વેરાવળ મેઈન રોડ પર બુધવારી(ગુજરી)માં બહારથી મોટીસંખ્યામાં વેપારીઓ માલ વહેંચવા આવતા હોય જે માલની ખરીદી કરવા શાપર વેરાવળ તેમજ આજુબાજુના ગામોમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા હોવાથી વેરાવળ ગ્રામ પંચાયતના સરપંચ ઉજીબેન રાઠોડ, કોટડાસાંગાણી તાલુકા ભાજપ મહામંત્રી રવિરાજસિંહ જાડેજા તેમજ શાપર પોલીસ દ્વારા જન જાગૃતિ અભિયાન ચલાવી લોકોને કોરાના વાયરસથી ડરવાની જરૂર નથી પરંતુ તેનાથી બચવા ક્યા પગલા લેવા જોઈએ અને સુ સાવચેતી રાખવી જોઈએ તેની માહિતી અપાઈ હતી.

_photocaption_વેરાવળ પંચાયત અને પોલીસ દ્વારા કોરોના અંગે માહિતી અપાઇ. }તસવીર : કલ્પેશ જાદવ*photocaption*
અન્ય સમાચારો પણ છે...