હળવદ તાલુકાના સુંદરી ભવાની અમુક વિસ્તારમાં પીવાનુ પાણી નહી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હળવદ તાલુકાના સુંદરી ભવાની અમુક વિસ્તારમાં પીવાનુ પાણી નહી મળતા અહીના રહીશોને પાણી માટે ભટકવુ પડે છે. આ મામલે સ્થાનિકે મુખ્યમંત્રી અને જિલ્લા વિકાસ અધિકારી તથા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરીને આવેદનપત્ર આપ્યુ હતું.

હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે દલીતવાસમાં છેલ્લા બે માસથી પીવાનુ પાણી નહી મળતા અહીના રહીશોને પાણી માટે જ્યાં ત્યંા ભટકવુ પડે છે. જેમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણી માટે લોકો રઝળપાટ કરવા મજબૂર બન્યા છે. પીવાના પાણી સમસ્યા મામલે સ્થાનિકોએ અનેકવાર ગ્રામપંચાયતને રજૂઆત કરવા છતાં પાણીનો પ્રશ્ન હલ થયો ન હતો. આથી રાજેશભાઈ ચૌહાણે પીવાના પાણી મામલે રાજ્યના મુખ્યમંત્રીને સંબોધી જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીની લેખિતમા રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યુ હતુ કે સુંદરીભવાની ગામના દલિતવાસમાં પીવાના પાણી માટે અમારી મહિલાઓ બે કિ.મી દૂર ભટકી ને પાણી માટે જવુ પડે છે.

અન્ય સમાચારો પણ છે...