તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

100 ટકા વરસાદ થયો હોય તેવો તળાજા નવમો તાલુકો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ભાવનગર જિલ્લામાં ભારદવાના અંતે ધોધમાર વરસાદ વરસતા તળાજા તાલુકામાં પણ આ ચોમાસામાં 100 ટકા વરસાદ થઇ ગયો છે. હવે એક માત્ર જેસર તાલુકા સિવાય જિલ્લાના નવેનવ તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ આ વર્ષે વરસી ગયો છે. જેસરમાં આ વર્ષે હજી સિઝનનો પૂરો 50 ટકા વરસાદ પણ વરસ્યો નથી. જિલ્લામાં સર્વાધિક વરસાદ ભાવનગર શહેરમાં 1110 મી.મી. વરસી ગયો છે.

આજે તળાજામાં 39 મી.મી. વરસાદ વરસી જતા આ સિઝનમાં કુલ વરસાદ 592 મી.મી. થયો છે. તળાજામાં સિઝનનો કુલ એવરેજ વરસાદ 567 મી.મી. છે તેની સામે આજે સાંજ સુધીમાં 592 મી.મી. વરસાદ થતાં ટકાવારી પ્રમાણે વરસાદ 104.49 ટકા થયો છે.

ભાવનગર જિલ્લામાં તાલુકા પ્રમાણે વરસાદ

તાલુકો કુલ વરસાદ આ વર્ષે વર્ષા ટકાવારી
ભાવનગર 689 મી.મી. 1110 મી.મી. 161 ટકા

વલ્લભીપુર 589 મી.મી. 960 મી.મી. 162.86 ટકા

ઉમરાળા 546 મી.મી. 883 મી.મી. 161.64 ટકા

ઘોઘા 613 મી.મી. 846 મી.મી. 137.99 ટકા

મહુવા 604 મી.મી. 761 મી.મી. 125.94 ટકા

સિહોર 622 મી.મી. 719 મી.મી. 115.68 ટકા

પાલિતાણા 587 મી.મી. 672 મી.મી. 114.43 ટકા

ગારિયાધાર 546 મી.મી. 485 મી.મી. 105 મી.મી.

તળાજા 567 મી.મી. 592 મી.મી. 104.49 ટકા

જેસર 679 મી.મી. 332 મી.મી. 48.89 ટકા

અન્ય સમાચારો પણ છે...