તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાંભાના ભાડ ગામે નવ સિંહનાં ટોળાએ કર્યુ એક બળદનંુ મારણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાંભાના ભાડ ગામે એકસાથે નવ સિંહના ગૃપ દ્વારા ગામના પાદરમાં જ એક રેઢિયાર બળદનું મારણ કર્યું હતું. મોટી સંખ્યામાં સિંહને જોવા માટે લોકોના ટોળા વળ્યાં હતા અને અમુક ટીખળખોર દ્વારા સિંહોને અટકચાળા પણ કર્યા હતા.

ખાંભા સાવરકુંડલા હાઇવે ઉપર આવેલ ભાડ ગામના પાદરમાં કાપેલ ધાર નામનો રેવન્યુ વિસ્તાર સ્ટેટ હાઇવે નજીક જ આવેલ છે. આજે બપોરેના 1 વાગ્યાના સુમારે અહીં એક બળદ ચારો ચરતો હતો. ત્યારે અહીંથી પસાર થતા 9 જેટલા સિંહના ગૃપની નજરમાં આવી ગયો. અને સિંહો દ્વારા આ બળદનું મારણ કર્યું અને મિજબાની માણવાની શરૂઆત કરી દીધી હતી. જ્યારે અહીંથી પસાર થતા વાહન ચાલકો દ્વારા સિંહની એક ઝલક જોવા માટે ઉભા રહેવા લાગ્યા અને જોતજોતામાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જ્યારે આ સિંહના ગૃપ દ્વારા મારણના સમાચાર વાયુ વેગે ફેલાય જતા મોટી સંખ્યામાં અહીં લોકો એકઠા થવા લાગ્યા હતા.જ્યારે સિંહો મિજબાની માણી રહ્યા હતા. ત્યારે અહીં સિંહ દર્શનની આડમાં આવેલ અમુક ટીખળખોરો દ્વારા જ સિંહોની પજવણી ચાલુ કરી દીધી હતી. સિંહોને મારણ ઉપરથી દુર કરવા રીતસરના લોકો ચિચિયારી અને હાકલા પડકારા મારતા હતા. જ્યારે અમુક સિંહ પ્રેમીઓ દ્વારા આવું ન કરવા સમજાવતા જોવા મળ્યા હતા. ત્યારે આવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અને તેમાં લોકોના એકઠા થઇ હોવાના અવાજ પણ રેકર્ડ છે. ત્યારે વનવિભાગ દ્વારા આ તમાસાના કલાકો બાદ અહીં પહોંચ્યું હતુ. પરંતુ વનવિભાગ દ્વારા પણ લાગતા વળગતાને સિંહ દર્શન કરાવતા હતા અને અમુકને જોવાની મનાઈ કરવાના બદલે માત્ર તમાશો જોઈ રહ્યા હતા.

9 સિંહોએ મારણ કરી મીજબાની માણી. પૃથ્વી રાઠોડ

અન્ય સમાચારો પણ છે...