વિસાવદરના ચાંપરડા ગામે જુગાર રમતા નવ ઝડપાયા

Visavadar News - nine arrested in gambling game in champawada village of visavadar 080022

DivyaBhaskar News Network

Jun 15, 2019, 08:00 AM IST
જૂનાગઢ રેન્જના આઇજીપી સુભાષ ત્રિવેદી તેમજ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની સુચના અન્વયે પ્રોહિબિશન, જુગારના કેસો શોધી કાઢવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન જૂનાગઢ ડિવીઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં વિસાવદરના પીઆઇ કે.કે. ઝાલા સહિતે વિસાવદરના ચાંપરડા ગામે જાહેરમાં જુગાર અંગે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન પ્રકાશભાઇ દવે, ભીખુભાઇ દુધાત, વજુભાઇ હિરપરા, રાતીભાઇ ચારોળીયા, સગુણભાઇ રાખોલીયા, ભાવેશભાઇ પાધડા, માથુરભાઇ રાખોલીયા, હરેશભાઇ વાણીયા અને વજુભાઇ પટોળીયાને જાહેરમાં જુગાર રમતા ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન જુગાર સ્થળ પરથી રોકડા 35,140, મોટર સાઇકલ નંગ - 6 કિંમત રૂપિયા 90,000 મળી કુલ 1,25,140નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે તમામ જુગારીઓ સામે એએસઆઇ આર.બી. દેવમુરારીએ ફરિયાદ નોંધાવતા તપાસ પીઆઇ કે.કે.ઝાલા ચલાવી રહ્યાં છે.

X
Visavadar News - nine arrested in gambling game in champawada village of visavadar 080022

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી