નહેરૂએ પાછલા બારણે 370 ઘૂસાડી દેશની ઘોર ખોદી

Limbadi News - nehru dug up 370 blasts of country in the back door 065140

DivyaBhaskar News Network

Sep 16, 2019, 06:51 AM IST
લીંબડી, ચુડા અને સાયલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય અને શ્રેષ્ઠ ગણાવી જન સમર્થન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પૂર્વ રાજયસભા સાંસદ, પુર્વ મંત્રી સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ભલગામડા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

લીંબડી તાલુકાના ભલગામડા ગામે જન સમર્થન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણાએ કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય અને શ્રેષ્ઠ ગણાવ્યો હતો.વધુમાં જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં હટાવાયેલી 370 કલમમાં કનૈયાલાલ મુનશી દ્વારા કરાયેલો અસ્થાઈ શબ્દનો ઉલ્લેખ માટે આપણેં તેમનો હંમેશા આભાર માનવો જોઈએ. કારણ કે જવાહરલાલ નહેરુએ તો શેખ અબ્દુલ્લા સાથેના સંબંધો સાચવવા માટે પાછલા બારણે કલમ 370 ઘૂંસાડી દેશની ઘોર ખોદી નાંખી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ રાજયસભાના સાંસદ શંભુપ્રસાદ ટુંડીયા હસ્તે ભલગામડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગામની સગર્ભા મહિલાઓને દવા યુક્ત મચ્છરદાનીઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ. સાથે સાથે જરૂરીયાતમંદ લાભાર્થીઓને આયુષ્યમાન ભારત અને મા અમૃતમ્ યોજના હેઠળ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કિશાન મોરચાના પ્રદેશ મંત્રી રાજભા ઝાલા, પૂર્વ તા.પંચાયત ઉપ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, લીંબડી કિશાન મોરચા પ્રમુખ પ્રવિણસિંહ ગોહીલ સહિત ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ભલગામડા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર દ્વારા આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત જન જાગૃતિ પ્રભાતફેરી કરવામાં આવી હતી. લીંબડી, ચુડા અને સાયલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કલમ 370 જન સમર્થન કાર્યક્રમ યોજાયો હતો.

X
Limbadi News - nehru dug up 370 blasts of country in the back door 065140
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી