તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિહોરમાં હાઇ-વે પરની શાળાઓ પાસે સ્પીડ બ્રેકર મૂકવાની જરૂરીયાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોરના ભાવનગર રાજકોટ રોડ પર પથિકાશ્રમ સામે આવેલી ગોદાવરી પ્રા-શાળામાં ધોરણ 1 થી 8 સુધીના 490 બાળકો અભ્યાસ અર્થે આવે છે.આ શાળામાં અભ્યાસ કરતાં બાળકો પૈકીના મોટા ભાગના વિધાર્થીઓ રોડ ક્રોસ કરીને આવે છે. અહીંથી હાઇ-વે પસાર થતો હોય નાના-નાના ભૂલકાઓને શાળાએ મૂકવા અને લેવા માટે તેના વાલીઓએ ધંધા રોજગાર છોડીને પણ આવવું પડે છે.આ શાળામાં હાલ રોજના હજારો વાહનોની અવરજવરવાળા ભાવનગર-રાજકોટ રોડ અને પાછળના ભાગે આવેલા અમદાવાદ રોડ પર સ્પીડ બ્રેકર મુકવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ જ રોડ પર આગળ જતાં સિહોર કેન્દ્રવર્તી શાળા નં.2 પણ આવેલી છે.

ભાવનગર-રાજકોટ રોડ તરફના ભારે વાહનો સ્પીડથી દોડતા હોય છે અને અગાઉ આ જગ્યા પર અનેકવાર નાના-મોટા અકસ્માતો પણ થયા છે. જેથી આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને સતત અકસ્માતનો ભય સતાવે છે. આ રોડ પર ભારે વાહનોની ગતિને ડામવા માટે બન્ને સાઈડમાં સ્પીડ બ્રેકર મુકવામાં આવે જેથી અકસ્માતો અટકી શકે.અને આસપાસના વિસ્તારના સ્થાનિક રહીશો પણ ભય મુક્ત બને તે માટે માર્ગ અને મકાન વિભાગ વહેલી તકે બન્ને રોડ પર સ્પીડબ્રેકર બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

માહિતી સૂચક બોર્ડ તો છે પણ સ્પીડબ્રેકર નથી..!
આશ્વર્યની વાત એ છે કે પી.ડબલ્યુ.ડી. દ્વારા જે તે સમયે રોડ બનાવતી વખતે આગળની બાજુ ત્રિકોણ બાગના ખૂણે “વાહન ધીમે હાંકો આગળ બમ્પ છે” માહિતી સૂચક બોર્ડ લગાવવામાં આવ્યું છે પણ સ્પીડ બ્રેકર છેક પાંચ કિલોમીટર દૂર રાજપરા ગામમાં મૂકેલું છે.

અન્ય સમાચારો પણ છે...