તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તુલસીશ્યામ રેન્જના ભાણીયા રાઉન્ડની અનામત વિડી છાપરા નેસ નજીક

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

તુલસીશ્યામ રેન્જના ભાણીયા રાઉન્ડની અનામત વિડી છાપરા નેસ નજીક આવેલા સોહરિયા વિસ્તારમાં એક સિંહણનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાને પગલે વનવિભાગનો સ્ટાફ અહી દોડી ગયો હતો અને મૃતદેહને કબજે લઇ પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

કોહવાય ગયેલી હાલતમા સિંહણના મૃતદેહ મળી આવ્યાની આ ઘટના તુલસીશ્યામ રેંજના ભાણીયા રાઉન્ડની અનામત વિડી છાપરા નેસ નજીક સોહરીયા વિસ્તારમા બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી એક સિંહણનો મૃતદેહ પડયો હોવાની જાણ થતા વનવિભાગનો સ્ટાફ અહી દોડી ગયો હતો. મૃતદેહ એટલી હદે કોહવાય ગયો હોય ભારે દુર્ગધ મારતો હતો. મૃતદેહને કબજે લઈ ખાંભા રેન્જ કચેરી ખાતે લાવ્યા વિના સીધો જસાધાર ખાતે પીએમ માટે મોકલી આપ્યો હતો. મૃતદેહમાં જીવાત પડી ગઈ હતી અને દુર્ગંધ મારતો હતો.

સિંહણનુ મોત આશરે 25 દિવસ જેટલો સમય વીતી ગયો હોવાથી મૃતદેહમાં જીવાત અને દુર્ગંધ મારવા લાગ્યો હતો. સિંહણના મોતને આટલો સમય વીતી ગયો ત્યાં સુધી ભાણીયા રાઉન્ડના વનકર્મીને કે રેન્જના અધિકારીઓને જાણ સુદ્ધા નથી ω. જો કે સિંહણનુ મોત કઇ રીતે થયુ તે હજુ સ્પષ્ટ થઇ શકયુ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો