તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિતાણામાં વિવિધ ત્રણ ગૃપ દ્વારા નવરાત્રીનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિતાણા બ્યુરો | 27 સપ્ટેમ્બર

પાલિતાણા શહેરમાં કેસરીગૃપ, ઝનકાર ગૃપ અને માળીતાલ ગૃપ દ્વારા રૂમઝુમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે.

પાલિતાણા શહેરમાં આગામી નવરાત્રીનું આયોજન કેસરી ગૃપ દ્વારા આયોજીત ઝલસા નવરાત્રી મહોત્સવ-19, બીટ્સ ઓર્કેસ્ટ્રાના સથવારે હેલીપેડ ગ્રાઉન્ડ ગારિયાધાર ખાતે તા.28-9થી 8-10 સુધી યોજાશે. આ આયોજન નગરપાલિકા પાલિતાણા પ્રમુખ જયપાલસિંહ, અોમદેવસિંહ, કરણશંગ મોરી, ગોપાલસિંહ ગોહિલ દ્વારા કરાયું છે. બીજુ આયોજન ઝનકાર ગૃપ આયોજીત નવરાત્રી મોજ-19 પાલિતાણા હાઇસ્કુલ ખાતે તા.29-9થી 8-10 સુધી કોકીલ કંઠી હંસાબેન ગોહિલ અને નિલેશકુમાર & પાર્ટીના સથવારે થશે જેનું આયોજન પ્રવિણભાઇ રાઠોડ, ડાયાભાઇ ચોસલા, ભરતભાઇ રાઠોડ, મયુરસિંહ સરવૈયા અને ભવદીપ પંચોલી દ્વારા કરાયું છે. અને ત્રીજુ આયોજન માળીતાલ ગૃપ દ્વારા સાદડીભુવન વાળા ખાંચામાં માળી જ્ઞાતિના પ્રમુખ રમેશભાઇ રાઠોડના ગ્રાઉન્ડમાં યોજાશે જેનું આયોજન પ્રકાશભાઇ, પ્રતાપભાઇ મકવાણા, ભોળાભાઇ સઠીયા દ્વારા કરાયુ છે. આ સમગ્ર આયોજનથી પાલિતાણા શહેરમાં ગરબા પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...