ગોંડલના રસિક ભુવન અંબાજી મંદિર ખાતે નવરાત્રિ મહોત્સવ ઉજવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ | મહાદેવ વાડી ખાતે આવેલ નરહરિરાવ કેશવરાવ વૈદ્ય જયઅંબે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ મુજબ રસિક ભુવન અંબાજી મંદિર ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેનું કુંભ સ્થાપન તા.29ને રવિવાર સવારે 10થી 12 દરમિયાન કરવામાં આવનાર છે. તા.6ને રવિવારના સવારે 10:30 વાગ્યે કુમારિકા પૂજન તેમજ તા.7 સોમવાર સવારે 8 કલાકે નવચંડી યજ્ઞનું આયોજન કરેલ છે. જેનો બીડું હોમવાનો સમય સાંજે 4-30 વાગ્યાનો નિર્ધારિત કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...