તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજપરા શાળામાં રાષ્ટ્રીય મતદાન દિનની ઉજવણી કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલા | રાજપરા ગામની શાળામાં રાષ્ટ્રીય મતદાન દિનની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ઉપસ્થિત શાળાના બાળકો અને વાલીઓને શિક્ષકોએ મતદાનનું લોકશાહીમાં મહત્વ સમજાવ્યુ હતું. ત્યારબાદ આપણા દેશની લોકતાંત્રિક પરંપરાઓમાં મુક્ત, ન્યાયી તેમજ શાંતીપૂર્વક ચૂંટણીઓની ગરીમા જાળવીશું તેમજ નિર્ભયતા પૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રલોભમનથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરીશું તેવી આચાર્ય તેમજ શિક્ષકગણનો હાજરીમાં અભ્યાસ કરતા બાળકોએ પોતાના વાલીઓને પ્રતિજ્ઞા લેવડાવી હતી.

અન્ય સમાચારો પણ છે...