તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારી શક્તિ જીંદાબાદનાં નારાઓ સાથે રેલી યોજી, રેલ રોકો આંદોલનની ચિમકી આપી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરકાર દ્વારા એક હાથેથી આશાબહેનોને પગારવધારો આપવામાં આવ્યો અને બીજા હાથેથી વાઉચરના પૈસા ખેચી લઈ આશાબહેનોની આશા પર પાણી ફેરવી નાખ્યું છે. વાઉચરના પૈસા ખેંચાઈ જતા આશાબહેનોનો પેલા જે પગાર હતો એ જ એમને મળવાપાત્ર થતો હોવાથી સરકારની આવી ખોટી અને ગેરમાર્ગે દોરનારી જાહેરાતો કર્યાનાં આક્ષેપ સાથે આંદલોનકારી પ્રવિણભાઇ રામની આગેવાનીમાં ગીર સોમનાથ જિલ્લાની આશાવર્કર બહેનો મંગળવારથી હડતાળ પર છે. ત્યારે બુધવારે મોટી સંખ્યામાં આશાવર્કર બહેનો હડતાળમાં જોડાઇ રેલી કાઢી પોતાની લઘુતમ વેતનની માંગ સાથે કલેકટર કચેરી પહોચી હતી. જ્યાં નારી શક્તિ જીંદાબાદ, સરકાર હાય હાયના નારા સાથે કલેકટરને આવેદન પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જેમાં આગામી ટુંકસમયમાં તેમની માંગનું નિરાકરણ કરવામાં નહી આવે તો આશાબહેનોને કોઇપણ સમયે રેલ રોકો આંદોલન કરવાની ચિમકી આપી હતી. હાલ 12 દિવસથી આરોગ્યના કર્મચારી પોતાની માંગોને લઈને હડતાલ પર છે ત્યારે આશાબહેનોના આ તીખા તેવર સરકાર માટે ચિંતાનો વિષય બની શકે છે. તસ્વીર - રાજેશ ભજગોતર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો