તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેજળકા સીમમાં કામ કરતી મહિલાઓ પર નારનો હુમલો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચૂડા તાલુકાના વેજળકાની સીમમાં 24 ફેબ્રુઆરીએ જુના રાણપુર જવાના માર્ગે, મોટા નાળા પાસે ત્રણ મહિલાઓ ઘાસ લઈ રહ્યા હતા ત્યારે અજાણ્યું જાનવર દેખાતા મહિલાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પ્રાણી મહિલાઓ પર હુમલો કરવા માટે દોડયું હતું. મહિલાઓ બચાવો બચાવોની બૂમો પાડી ભાગવાની કોશિશમાં નીચે પડી જતાં વેજળકાના જેતુબેન ઝરમરીયાના પગે ફ્રેકચર થઈ ગયુ હતું. પરંતુ લોકોનું મોટું ટોળું જોઈ જનાવર ભાગી છૂટયું હતું. જ્યારે ઘાયલ જેતુબેનને સારવાર માટે રાણપુર લઇ જવાયા હતા. આ બનાવની ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતા. આથી ચૂડા ફોરેસ્ટ વિભાગના વનરાજસિંહ રાણા, રવિભાન ગઢવી સહિતના ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને જાનવરના પગના સગડ પરથી જંગલી પ્રાણીની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ જનાવર હાથ લાગ્યું ન હતું. આ અંગે આરએફઓ પી.પી.જાડેજાએ જણાવ્યું કે પગના નિશાન નારના છે. પરંતુ આ જંગલી જાનવરો ચૂડા પંથકમાં કેવી રીતે પંહોચી ગયા તે સમજાતું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો