Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખાંભા શહેર વિસ્તારમાં ભૂગર્ભ ગટરના વિવાદ શાંત થવાનુ નામ
ખાંભા શહેર વિસ્તારમાં ભૂગર્ભ ગટરના વિવાદ શાંત થવાનુ નામ જ લેતો નથી. ત્યારે ભૂગર્ભ ગટરના ગંદા પાણી બાદ હવે ભૂગર્ભ ગટરની કુડીઓ ઢાંકણા વગરની થવા લાગી છે. અને ખુલી કુંડીઓને લઈ લોકો ચિંતાતુર બન્યાં છે. એક તરફ ગણતરીના દિવસો બાદ ઉતરાયણ છે. ત્યારે 4 વર્ષથી 10 વર્ષના બાળકો ઉતરાયણ અગાઉ જ આ ઉમરના બાળકો પતંગ પાછળ દોડાદોડી કરી રહ્યા છે. ત્યારે હાલમાં જ ભુંડણી ગામે થોડા દિવસ પહેલા એક 8 વર્ષનો બાળક પતંગ ચગાવતા વાસ્મો યોજનાના પાણીના સંપમાં પડી જતા મોત નીપજ્યું હતું. ત્યારે ખાંભાની ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીઓમાં બાળક પડશે અને મોતને ભેટશે તો જવાબદાર કોણ ? તેવા વેધક સવાલ વાલીઓ પૂછી રહ્યા છે. જ્યારે આ કુંડીઓના ઢાંકણા તૂટવા પાછળ જવાબદાર પણ ભૂગર્ભ ગટરના રોડ બનાવનાર કોન્ટ્રાકટર જ છે તેવો દ્વારા રોડ તો બનાવી નાખ્યા પરંતુ કુંડીઓ ફરતે યોગ્ય કામગીરીના કરતા કુંડીઓના ઢાંકણા તૂટી રહ્યા છે.