તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાલિયા માંડવીનાં બે શખ્સને લૂંટ કેસમાં સજાનો હુકમ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદના દિલીપભાઈ લાખાભાઈ ભાટી 25 ડિસેમ્બર 2011 માં દિવ ફરવા આવ્યા હતા અને ઊના-અમદાવાદ રૂટ ની બસમાં જવા માટે દિવથી ઊના આવવા માટે 100 રૂપિયા ભાડું આપી રીક્ષા બંધાવી હતી એ સમયે રીક્ષા ચાલકે અન્ય શખ્સને બોલાવ્યો હતો જે દિલીપભાઈ ની પાસે બેસી ગયો હતો એ સમયે આ રીક્ષા સુમસામ જગ્યા પર જતી હોય તેથી દિલીપ ભાઈ એ કહ્યું હતું કે આ રસ્તો ઊના જતો નથી તો રીક્ષા ચાલકે કહ્યું હતું કે અહીંથી વહેલું પહોંચી જવાશે બાદમાં અવાવરૂ જગ્યાએ લઈ જઈ આ બન્ને શખ્સોએ દિલીપભાઈ ને મારમારી રૂ.12,900 રોકડ,મોબાઈલ લૂંટી લીધા હતા અને આશખ્સો નાસી ગયા હતા પોલીસ ફરિયાદ બાદ આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે 19 ફેબ્રુઆરી 2018 માં 3 વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી જો કે આ શખ્સોએ ઉપલી કોર્ટમાં અપીલ કરી હતી અને સરકારી વકીલ મોહનભાઈ ગોહેલની દલીલોને ધ્યાને લઇ આ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને માન્ય રાખતા ઈમ્તિયાઝ દાદન સુમરા,વિજય રામજી જાદવ (નલિયા માંડવી) વાળાને સજા ભોગવવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો