તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગીરગઢડા પંથકનું નગડીયા ગામ કે જ્યાંના 80 ટકા લોકો છે વ્યસન મુક્ત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઊના પંથકનું નગડીયા ગામ 1500ની વસ્તી ધરાવે છે અને થોડા સમય પહેલા જ ગીર ગઢડા તાલુકામાં સમાવેશ કરાયો છે. જંગલ બોર્ડરને અડીને આવેલા ઇકો સેન્શટીવ ઝોન વિસ્તારમાં આવતા આ ગામમાં અત્યાર સુધીમાં ક્યારેય પણ સરપંચની ચુંટણી થઇ નથી. તેવા ગામમાં લોકોનું શ્રમદાન સમાંતરના વિચારો, કામ કરવાની પ્રતિબધ્ધતા અને ઇમાનદારીના ફળસ્વરૂપે છેલ્લા 10 વર્ષમાં સારો એવો વિકાસ થયો છે અને શુધ્ધ પાણી, ઘરે ઘરે નળ અને પાણી વિતરણ વ્યવસ્થા, સ્ટોરેજ, શેરીએ શેરીએ પહોળા સી સી રોડ માલધારી સમાજની વસ્તીને ધ્યાને રાખી પશુઓ માટે પાણીના અવેડા, ગંદાપાણીના નિકાલ માટે ડેમેજ ગટર વ્યવસ્થા, બાળકોને શ્રેષ્ઠ અને આધુનિક ટેકનોલોજીક સાધનોથી સજ્જ શાળામાં અપાતું શિક્ષણ તેમજ વન્ય પ્રાણીઓના ભયને ધ્યાને લઇ મોટા ભાગના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ નખાય છે. જેથી રાત્રીના સમયે ગામ રોશનીથી ઝગમગે છે. પંચાયત કચેરીને પણ સંપૂર્ણપણે ઓનલાઇન સુવિધાથી સજ્જ કરી દેવાય છે.

આરો પ્લાન્ટ દ્વારા અન્ય 36 ગામોને પુરૂ પડાતું શુદ્ધ પાણી
આ ગામમાં આરઓ પ્લાન, સોલાર સિસ્ટમ તેમજ નર્મદા મહીપરી યોજના હેઠળ 36 ગામોને પાણી વિતરણ કરવામાં આવે છે. આ ગામમાં સરકાર દ્વારા જે ગ્રાન્ટ મળે છે તે 100 ટકા વાપરવામાં આવે છે. ઉપરાંત સમસ્ત ગામની સમાજવાડી, વિશાળ મંદિર, આંગણવાડીમાં સારી એવી સવલતો જોવા મળી રહી છે.જયેશ ગોંધીયા

હવે પછી સીસીટીવી કેમેરા પણ લગાવાશે : સરપંચ
નગડીયા ગામમાં થયેલા સુંદર વિકાસ કામો અંગે સરપંચની જાગૃતિનું પરીક્ષામ હોય તેવું પુછતા હરેશભાઇ બલદાણીયાએ કહ્યું હતું કે, આ વિકાસ ગામજનોના સંપ અને સહકાર સમાનતા, પ્રતિબધ્ધતાના કારણે બનેલ છે. અને તેમાં લોકોનું શ્રમદાન મહત્વનું રહ્યુ છે. જો લોકોનો સહકાર ન હોત તો આટલુ કામ સરકારની ઓછી ગ્રાન્ટમાં બનવું અશક્ય હોત. ગામના સરપંચ તરીકે કહેવામાં આવે તો આ વિકાસ કામો રાજકીય પક્ષા-પક્ષીથી દૂર રહી કરવામાં આવ્યા છે. જેમાં ઊના વિસ્તારના ધારાસભ્યની ગ્રાન્ટનો પણ લાભ મળ્યો છે. હવે પછી ગામના ફ્યુચર પ્લાન્ટ સીસી કેમેરા, સ્પીકર વ્યવસ્થા અને બાળકો માટે ગાર્ડન મહત્વનું કામ કરાશે.

ગામલોકોનાં સહકારથી ગૌચરમાં તળાવો બનાવ્યા, પેશકદમી કોઇ કરતું નથી
ગ્રામજનોના સહકારથી ગૌચરની જમીનમાં તળાવો બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કરાઇ છે. આ ઉપરાંત ગામનો કોઇ પણ વ્યક્તિ સરકારી જમીન પર પેશકદમી કરતો નથી અને તમામ લોકો સાથે મળી વિકાસ કામોને વેગ આપી રહ્યા છે. આજે જોવા જઈએ તો મોટાભાગનાં ગામોમાં દબાણનો પ્રશ્ન જોવા મળે છે. ત્યારે આ એક સારૂ ઉદાહરણ પુરૂ પાડી રહ્યું છે.

દર મહિને શાળામાં શિક્ષણની સમિક્ષા
ગામમાં શિક્ષણનું સ્તર ઉચ્ચુ આવે તેમજ બાળકોને શુધ્ધ ભોજન મળી રહે તે માટે દર મહિને સરકારી શાળાની મુલાકાત લેવામાં આવે છે. જ્યાં શિક્ષકો અને ગ્રામજનો શિક્ષણ વિશે સમીક્ષા કરે છે. જો કે, આ શાળામાં ખાનગી શાળા કરતા ગુણવત્તા સભર શિક્ષણ આપતું હોવાથી લોકો પોતાના બાળકોને આ શાળામાં જ અભ્યાસ કરાવવાનો આગ્રહ રાખે છે. આ ગામને અને અનેક એવોર્ડ પણ મળી ચુક્યા છે.

કેસ પોલીસ સુધી પહોંચે તે પહેલા સરપંચ દ્વારા કરાવાય છે સમાધાન
આ ગામમાં 80 ટકા યુવાનો શિક્ષિત હોવાથી વ્યશન મુક્તિના કાર્યક્રમો ચલાવાય છે. આ ઉપરાંત દારૂ, જુગારની પ્રવૃતિ પર રોક લાગી છે. આ સાથે ગામમાં કોઇ નાના-મોટા ઝઘડા થાય તો સરપંચને સાથે રાખી સમાધાન કરવામાં આવે છે. જેથી કોઇ પણ કેસ પોલીસ સુધી પહોંેચતા નથી તે પણ એક સારી બાબત કહેવાય આ સાથે ગામમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા હોવાથી ગામમાં બિમારીનું પ્રમાણ પણ નહીંવત જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો