10 વર્ષથી પગપાળા અંબાજી જતા દેપાળાવાડના મુસ્લિમ ભક્ત

Wadhwan News - muslim devotees of depaulwad going to ambaji for 10 years 081004

DivyaBhaskar News Network

Sep 10, 2019, 08:10 AM IST
ઝાલાવાડમાંથી એક હજાર જેટલામાઇ ભક્તો અંબાજી જવા રવાના થયા છે. જેમાં વઢવાણનો 45 જયઅંબે પગપાળાસંઘ તા.14 સપ્ટેમ્બરે અંબાજી પહોંચી જશે જેમાં વઢવાણ દેપાળાવાળમાં રહેતા સિકંદરભાઇ 10 વર્ષથી પગપાળા અંબાજી જાય છે. આ વર્ષે પણ મુરલી મનોહર મંદિરથી નિકળેલ સંઘમાં સિકંદરભાઇ પગપાળા રવાના થયા છે. આ સંઘ લખતર , વિઠલગઢ, વિરમગામ થઇ મહેસાણા સુધી પહોંચશે આઅંગે શક્તિસિંહ જાદવે જણાવ્યુ કે વરસતો વરસાદ પણ માતાજીના મંદિરે પહોંચવામાં અમને ડગાવી શકતોનથી પદયાત્રીઓ સુરક્ષા માટે રાત્રે રેડીયમ પટ્ટા લગાવી દે છે. જ્યારે ગરમી અને વરસાદથી બચવા છત્રી પણ છે. આ અંગે મુસ્લીમ બીરાદર સિકંદરભાઇ એ જણાવ્યુકે મુસ્લીમ હોવા છતા વઢવાણની કોમી એકતા અનોખી છે. હિન્દુઓ મને ભરપુર પ્રેમ આપતા 10 વર્ષથી હું માં અંબાજીના ચરણમાં પહોંચીને ધજા ચડાવુ છું.

X
Wadhwan News - muslim devotees of depaulwad going to ambaji for 10 years 081004

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી