તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાણાવાવમાં લારી -ગલ્લાવાળા હડતાળ પર જતાં પાલિકાનાં સ્ટાફે શાકભાજી વેચ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવ નગરપાલિકા દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરી ટ્રાફિકને અડચણરૂપ થતા ધંધાર્થીઓને કેબીન રેકડીઓ હટાવી લેવા તાકીદ કરવામાં આવી હતી અને 28 સપ્ટેમ્બર સુધીમાં યોગ્ય નહિ થાય તો 500 રૂપિયા લેખે દંડ વસૂલાશે તેવુ જણાવાયુ હતુ.

નવા બસ સ્ટેશનથી લેન્ડ મોર્ગેજ બેંક સુધીના રસ્તા પર રેકડી કેબીન રાખી ધંધો કરતા ધંધાર્થીઓને આગામી 28 સપ્ટેમ્બર સુધીમાં રેકડી કેબીન હટાવી લેવી. શહેરમાં ફ્રુટની લારીથી ફ્રુનો વેપાર કરવા માટે પણ નટવરચોક સુધી અને દરબારગઢ ચોક સુધીના માર્ગ પર ફ્રુટની લારીઓ ન રાખવા જણાવાયુ હતુ. શહેરમાં લારી ગલ્લાંથી ખાણીપાણી અને ઠંડાપીણા ધારકોને પણ અડચણરૂપ ન થાઇ તે માટે લારી ગલ્લા હટાવી લેવા સુચના અપાય હતી. ઉપરાંત શાકભાજીની હરતી ફરતી લારીઓથી ફેરી કરતા શાકભાજીના ફેરીયાઓને પ્રતિબંધિત વિસ્તારોમાં ન જવા જણાવાયુ હતુ.

જેથી આવા શાકભાજીની લારીવાળાઓએ આજે શાકભાજી વેચવાનું બંધ કરી દીધુ હતુ અને વિરોધ વ્યકત કર્યો હતો, જેથી ગ્રામજનોને તકલીફ ન પડે તે માટે નગરપાલિકાએ પોતાના સ્ટાફ સાથે બહારથી શાકભાજી લાવીને લારી રાખીને શાકભાજીનું વેચાણ કર્યુ હતુ. તસ્વીર : દિલીપ જોષી

અન્ય સમાચારો પણ છે...